Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બખરલામાં રાસોત્સવ:પાસ વગર વિનામૂલ્યે પ્રવેશ અને ખુલ્લા પગે ગરબા રમવાની પરંપરાએ જમાવ્યું આકર્ષણ

    17 hours ago

    પોરબંદર તાલુકાના બખરલા ગામે નવરાત્રી મહોત્સવ 2026 અંતર્ગત સાહસ, સૌંદર્ય અને ખુમારીની અનોખી ઝલક જોવા મળી રહી છે. અહીંના ચામુંડા નવદુર્ગા ગરબી મંડળ દ્વારા યોજાતો રાસોત્સવ પોરબંદર શહેરના મોટા રાસોત્સવ મહોત્સવને પણ ટક્કર મારે તેવો ભવ્ય છે. આ રાસોત્સવની સૌથી મોટી અને ખાસ વિશેષતા એ છે કે અહીં ખેલૈયાઓ માટે કોઈ પાસ સિસ્ટમ રાખવામાં આવતી નથી. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌકોઈ માટે વિનામૂલ્યે મુક્ત પ્રવેશ આપવામાં આવે છે. એટલું જ નહીં, ગરબાની પવિત્રતા અને ગરિમા જળવાઈ રહે તે હેતુથી પટાંગણમાં બુટ-ચપ્પલ પહેરવા પર સંપૂર્ણ મનાઈ છે. તમામ ખેલૈયાઓ કોઈપણ પ્રકારના પગરખાં વગર ખુલ્લા પગે માતાજીની આરાધના કરી રાસ રમે છે, જે અહીની સંસ્કૃતિ અને શિસ્તનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે. નવરાત્રીના 6ઠ્ઠા નોરતે વડલાવાળા મોગલધામ કબરાઉથી ખાસ પધારેલા પૂ. બાપુ મોગલકુળ તથા આઈશ્રી મનુંમાં (નાગલનેશ) ના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. આ ભવ્ય મહોત્સવની શોભા વધારવા માટે બાબુભાઈ બોખીરીયા, જયરાજસિંહ જાડેજા, રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, કલેક્ટર ધાનાણી, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારી, આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ રાસોત્સવમાં સરપંચ અરશીભાઈ ખુંટી, રાજુભાઈ કરશનભાઈ ભારવાડીયા, નાગાજણભાઈ ખુંટી સહિત ગ્રામજનો સહકાર આપી રાસોત્સવને દીપાવે છે. મણિયારો રાસ આગવી ઓળખ 6ઠ્ઠા નોરતે મહિલાઓ અને યુવાનોએ આકર્ષક ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને રાસની રમઝટ બોલાવી હતી. બહેનોના તાલે ગરબા ગુંજ્યા બીજીબાજુ પુરુષોએ પરંપરાગત મણિયારા રાસની રમઝટથી વાતાવરણને અદ્ભુત બનાવ્યું.
    Click here to Read More
    Previous Article
    ગામ ગામની વાત:ગામમાં હાઈસ્કુલન હોવાથી છાત્રોને અભ્યાસ માટે 4 કિમી દૂર જવું પડી રહ્યું છે
    Next Article
    ઓખા-પોરબંદર ખાતે તૈનાત 108 ટાપુઓ-સાગરખેડૂતો માટે દેવદૂત‎:બોટ એમ્બ્યુલન્સે 777 ઈમરજન્સી કેસ એટેન્ડ કરી બચાવ્યા માછીમારોના જીવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment