Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા સબ જેલની અનોખી પહેલ:મહિલા કેદીના 4 વર્ષના માસૂમ પુત્રનું આંગણવાડીમાં નામાંકન, શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાયો

    10 hours ago

    ગોધરા સબ જેલમાંથી માનવતા, સંવેદના અને બાળકના ઉજ્જવળ ભવિષ્યને કેન્દ્રમાં રાખીને એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સબ જેલમાં કાચા કામના બંદીવાન તરીકે રહેલી મહિલાના 4 વર્ષના માસૂમ પુત્રનું આંગણવાડીમાં નામાંકન કરીને તેને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યો છે. જેલના અધિક્ષક અને આંગણવાડીનો સંયુક્ત પ્રયાસ ગોધરા સબ જેલમાં છેલ્લા છ મહિનાથી કાચા કામના બંદીવાન તરીકે રહેલી મહિલાનો 4 વર્ષનો પુત્ર દશરથ ટીનાભાઈ નાયક માતા સાથે જ જેલમાં રહેતો હતો. સામાન્ય રીતે જેલના વાતાવરણમાં રહેતા બાળકોનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ અસરગ્રસ્ત બનતું હોય છે, પરંતુ રાજ્ય સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાનને સાર્થક બનાવવા માટે ગોધરા સબ જેલના અધિક્ષક આર.બી. મકવાણા અને સ્થાનિક આંગણવાડીના સંયુક્ત પ્રયાસોથી બાળકને શિક્ષણ સાથે જોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. બાવચાવાડ આંગણવાડી કેન્દ્રમાં નામાંકન કરાયું ગોધરા-1 ઘટકના બાવચાવાડ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિશેષ કાઉન્સેલિંગ કરીને દશરથને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો સફળ રહ્યા હતા. ત્યારબાદ બાળકના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેનું આંગણવાડીમાં સત્તાવાર નામાંકન કરવામાં આવ્યું. તેડાગર પન્નાબેન પટેલ દરરોજ બાળકને જેલમાં લેવા-મૂકવા જશે આ સમગ્ર પ્રક્રિયામાં જેલ અધિક્ષક આર.બી. મકવાણાએ જેલ પ્રશાસન તરફથી આગેવાની સંભાળી હતી. જ્યારે આંગણવાડી કાર્યકર મુન્નીબેન પ્રજાપતિએ બાળકને શિક્ષણ સાથે જોડવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી. ઉપરાંત તેડાગર બહેન પન્નાબેન પટેલે દરરોજ બાળકને જેલમાંથી આંગણવાડી સુધી લઈ જવાની અને પરત જેલમાં મૂકવાની જવાબદારી સ્વીકારી છે, જે ખરેખર એક કર્મયોગી તરીકેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગોધરા સબ જેલમાં લાગણીસભર વાતાવરણ સર્જાયું શાળા પ્રવેશોત્સવના અવસરે ગોધરા સબ જેલમાં લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું. જેલ અધિક્ષક, જેલના કર્મચારીઓ, મહિલા સ્ટાફ તેમજ મહિલા યાર્ડમાં રહેલી તમામ મહિલા બંદીવાનોએ દશરથને તાળીઓના ગડગડાટ વચ્ચે હર્ષોલ્લાસ સાથે આંગણવાડી માટે વિદાય આપી હતી. આ પ્રસંગે સૌએ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજને નવી દિશા બતાવતું પ્રેરણાદાયી ઉદાહરણ ગોધરા સબ જેલ દ્વારા કરવામાં આવેલી આ પહેલ માત્ર એક બાળકને શિક્ષણ સાથે જોડવાની ઘટના નથી, પરંતુ જેલમાં રહેતા બાળકોને પણ શિક્ષણનો અધિકાર મળે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સમાજને નવી દિશા બતાવતું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
    Click here to Read More
    Previous Article
    કોલકત્તામાં ભારે વરસાદથી રસ્તા ડૂબ્યા, ઠેરઠેર ટ્રાફિક જામ:ગોવામાં પથ્થર પર બેઠેલા ટુરિસ્ટને સમુદ્ર લઈ ગયો; દિલ્હી-NCRમાં ભારે વરસાદનું એલર્ટ
    Next Article
    Gujarat News LIVE | ગુજરાતના તમામ મહત્વના સમાચાર | Monsoon | Weather | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment