Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓખા-પોરબંદર ખાતે તૈનાત 108 ટાપુઓ-સાગરખેડૂતો માટે દેવદૂત‎:બોટ એમ્બ્યુલન્સે 777 ઈમરજન્સી કેસ એટેન્ડ કરી બચાવ્યા માછીમારોના જીવ

    16 hours ago

    પોરબંદર અને ઓખા ખાતડ બોટ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે એમ્બ્યુલન્સ દ્વારા 777 ઇમરજન્સી કેસ એટેન્ડ કરી માછીમારોના જીવ બચાવ્યા હતા. દરમિયાન હાલ બોટ એમ્બ્યુલન્સ સાગરખેડૂતો માટે દેવદૂત બની છે. ગુજરાતના દરિયાકાંઠે અને ટાપુ વિસ્તારોમાં વસતા નાગરિકો તેમજ મધદરિયે માછીમારી કરતા સાગરખેડૂતોને કટોકટીના સમયે તાત્કાલિક જીવનરક્ષક સારવાર મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી 108 બોટ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકારના સત્તાવાર અહેવાલ મુજબ, એપ્રિલ 2018 થી સપ્ટેમ્બર 2026 સુધીના સમયગાળા દરમિયાન આ સેવા દ્વારા કુલ 777 જેટલા ગંભીર તબીબી ઇમરજન્સી કેસો સફળતાપૂર્વક એટેન્ડ કરવામાં આવ્યા છે. જળમાર્ગો પર બોટ એમ્બ્યુલન્સ દર્દીઓ માટે હોસ્પિટલ પહોંચતાં પહેલાં સંજીવની પૂરવાર થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં દેવભૂમિ દ્વારકાના ઓખા અને પોરબંદર ખાતે આ બે આધુનિક બોટ એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેમાં આધુનિક મેડિકલ ઉપકરણો, ઓક્સિજન સપોર્ટ અને લાઈફ સેવિંગ દવાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ કુલ કિસ્સાઓમાંથી ઓખા સ્થિત બોટ એમ્બ્યુલન્સે 92.7. ટકા એટલે કે 720 કેસોમાં અને પોરબંદર સ્થિત બોટ એમ્બ્યુલન્સે 57 કેસોમાં દર્દીઓને સ્થળ પર જ સારવાર આપી સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા છે. હૃદયરોગ અને ઈજાના દર્દીની વહારે બોટ એમ્બ્યુલન્સમાં સૌથી વધુ 105 કિસ્સા અસહ્ય પેટના દુઃખાવાના નોંધાયા હતા, જેમાં ઓખાએ 91 અને પોરબંદરે 14 કેસ સંભાળ્યા હતા.દરમિયાન આ ઉપરાંત દરિયામાં માછીમારીની બોટ કે જેટી પર થયેલી ઇજાઓના 83 કેસમાં ઓખા 71, પોરબંદર 12 તેમજ હાર્ટ એટેક અને છાતીમાં દુઃખાવા જેવી હૃદય સંબંધિત 82 ઇમરજન્સીમાં દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન અને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવવામાં આવ્યો હતો."
    Click here to Read More
    Previous Article
    બખરલામાં રાસોત્સવ:પાસ વગર વિનામૂલ્યે પ્રવેશ અને ખુલ્લા પગે ગરબા રમવાની પરંપરાએ જમાવ્યું આકર્ષણ
    Next Article
    પોરબંદર:સાંદીપનિથી ઓવરબ્રિજનો માર્ગ પહોળો કરવાની કામગીરી તેજ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment