Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:વિદેશી મહેમાન હેરિયર પક્ષી છે કપાસના સફાઈ કામદાર

    1 day ago

    ભાવનગર શહેરથી 45 કિલોમીટર દૂર આવેલું કાળિયાર માટેનું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર ગુજરાત રાજ્યનું નજરાણું છે અને અહીં માત્ર કાળિયાર જ નહીં, એ સિવાયના વન્ય પ્રાણીઓ પણ નિવાસ કરે છે. હવે ઓક્ટોબર માસ શરુ થતાની સાથે ખાસ કરીને હેરિયર કૂળના પક્ષીઓ આવવાનો આરંભ થયો છે. આ કૂળના પક્ષીઓ કઝાકિસ્તાન તરફથી ઉડાન ભરીને ભાવનગર સુધી દર વર્ષે આવે છે. શિયાળો ભાવનગરમાં વિતાવે છે. પેડ હેરિયર, મોન્ટેગૂસ હેરિયર અને યુરેસિયન માર્ચ હેરિયર વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે ચોથા પ્રકારનું હેન હેરિયર જૂજ જ જોવા મળે છે. કપાસના પાકને નુકસાન કરતા જીવાત હેરિયરનો ખોરાક હોવાથી ખેડૂત માટે આશીર્વાદરૂપ હોય છે. તીડ નામની જીવાત થાય છે તે કપાસના પાકને નુકસાનકારક છે તે હેરિયરનો મુખ્ય ખોરાક છે. વેળાવદર રાષ્ટ્રીય ઉધાન હેરિયર્સ માટે એક આદર્શ પરિસરતંત્ર પૂરું પાડે છે. દર વર્ષે સેંકડોની સંખ્યામાં હેરિયર્સ અહીં આવે છે. રાત્રિ વિશ્રામ કરે છે. ઉધાન પસંદ કરીને આપણને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રદાન કરે છે. આ હેરિયર નામક પક્ષી અંદાજે 7000 કિલોમીટરનું અંતર કાપીને છેક કઝાકિસ્તાનથી ઉડીને વેળાવદરના મહેમાન બનવા આવે છે. આ પક્ષીઓ ત્રણ પ્રકારના હોય છે. તેઓ મહત્તમ સંખ્યામાં ઉડીને ભારતમાં આવે છે. શિયાળા દરમિયાન વિશાળ સંખ્યામાં ઉડીને આવે છે સમગ્ર એશિયામાં સૌથી મોટું આશ્રયસ્થાન ક્યાંય પણ હોય તો તે વેળાવદર નેશનલ પાર્ક છે. જેમાં વર્ષ 2003 એવું હતું કે હાઈએસ્ટ એટલે કે 2270 હેરિયર નોંધાયા હતા અને સૌથી ઓછા વર્ષ 2000ની સાલમાં ફક્ત 164 નોંધાયા હતા તેમ માહિતી આપતા પક્ષીવિદ જયસિંહજી ગોહિલે જણાવ્યું હતુ. પંખીઓ પાસે કુદરતી હોકાયંત્ર છેક સાઇબેરિયા કે કઝાકિસ્તાનથી દર વર્ષે ભાવનગરમાં ચોક્કસ સ્થળે યાયાવર પંખીઓ ક્યા પથદર્શકના આધારે આવતા હશે તો પ્રશ્ન સૌ કોઈને ઉદ્દભવે તે સ્વાભાવિક છે આ અંગે એક થિયરી મુજબ આ પક્ષીઓના શરીરમાં કુદરતી રીતે જ હોકાયંત્ર જેવી રચના કુદરતી રીતે જ બક્ષીસ મળી હોય છે. આ પંખીઓમાં જે વયસ્ક પક્ષી હોય છે તેમના મગજમાં તેમના પ્રવાસ માર્ગનો નકશો કંડારાઈ જાય છે. બાદમાં નાના પંખીઓ વયસ્ક પંખી"ની પાછળ આ લાંબી મુસાફરી ખેડે છે. આ કુદરતી બક્ષીસને લીધે જ આકીર્ટીક ટર્ન નામે ઓળખાતું નાજુક પંખી સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરવા સક્ષમ હોય છે. ઉનાળાના આરંભે આ પંખીડા સમૂહમાં પોતાના વતન ભણી જાય છે અને તેમાં પણ મેગ્નેટિક કંપાસ મદદરૂપ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ‘જીવન અમૃત’ હ્યુમન મિલ્ક બેંકનું 19મીએ લોકાર્પણ કરવામાં આવશે:સર તખ્તસિંહજી હોસ્પિટલમાં માતાના દૂધથી નવજાત શિશુને મળશે નવજીવન
    Next Article
    શિક્ષણતંત્રનું અણઘડ આયોજન:22 ઓક્ટો.થી ધો.9થી 12ની પરીક્ષા, તો બીજી તરફ 22થી જ શિક્ષકો માટે ફરજિયાત તાલીમ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment