Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણતંત્રનું અણઘડ આયોજન:22 ઓક્ટો.થી ધો.9થી 12ની પરીક્ષા, તો બીજી તરફ 22થી જ શિક્ષકો માટે ફરજિયાત તાલીમ!

    1 day ago

    રાજ્યના શિક્ષણ વિભાગના વિચિત્ર અને સંકલન વિનાના આયોજનનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. આગામી 22મી તારીખથી રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આશ્ચર્યજનક રીતે એ જ દિવસથી શિક્ષકો માટે ‘પરખ’ આધારિત ફરજિયાત તાલીમ પણ તા.22મીથી જ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બેવડા આયોજનના કારણે શાળાઓમાં પરીક્ષાનું સંચાલન ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. શાળાઓને અભ્યાસમાં સમય આપવો કે અન્ય સરકારી કામગીરી કે તાલીમમાં સમય આપવો ? આ સ્થિતિ જાણે વિઘ્ન દોડ હોય તેવી લાગે છે. સ્ટાફની ભારે અછત વચ્ચે પરીક્ષાઓ શાંતિપૂર્ણ સંપન્ન કરાવવી એ શાળા સંચાલકો માટે એક મોટો પડકાર હોય છે. આવા સમયે જો શિક્ષકો ફરજિયાત તાલીમ ભરવા જાય તો પરીક્ષાખંડમાં સુપરવિઝન કોણ કરશે? તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. હમણાં જ આ મહિનાના પેલા અઠવાડિયામાં શિક્ષકો માટેની તાલીમ હતી જે પૂર્ણ થઇ ત્યાં આ પરીક્ષામાં બીજી તાલીમ ખરેખર સરકાર દ્વારા તાલીમ, રમત ગમત વગેરે માટેનું કોઇપણ પ્રકારનું આયોજન પરીક્ષાના છેલ્લા ત્રીસ દિવસમાં કોઇપણ પ્રકારના આયોજન હોવા જોઈએ નહીં. એક તો શિક્ષકો, ક્લાર્ક, પટ્ટાવાળા વગેરેની ઘટ છે અનેક પ્રકારની ઓનલાઇન માહિતી સાથે હાર્ડ કોપી પણ વગેરે અનેક પ્રકારની જુદી જુદી સાંઇઠ કરતા પણ વધારે પ્રકારની કામગીરી શિક્ષકો કરે છે. જેને કારણે જ શિક્ષણ નબળું પડે છે છતાં પછી બોર્ડનું પરિણામ ઘટે તો શિક્ષક અને આચાર્યના ઈજાફા અટકાવવા આ કેટલે અંશે વ્યાજબી છે આ તમામ પ્રકારની કામગીરી માટે જવાબદારી આચાર્યની જ ફિટ કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓનું હિત અને પરીક્ષાની ગંભીરતા ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ તાલીમના દિવસોમાં ફેરફાર કરે અથવા પરીક્ષા પૂર્ણ થયા બાદ આયોજન કરે તેવી ઉગ્ર માંગ શિક્ષકો અને સંચાલકોમાં જાગી છે. શાળાઓ માટે ગ્રાન્ટ કાપની લટકતી તલવાર ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું પરિણામ લાવવું પડે છે 30 ટકાથી ઓછું પરિણામ આવે તો ગ્રાન્ટ કાપ સાથે શિક્ષક અને આચાર્યનો ઇજાફો પણ અટકાવવામાં આવે છે ત્યારે આ અન્ય પ્રકારની માહિતીમાં સમય વેડફાઈ જાય તે જોવામાં આવતું નથી.ધો.9માં ધોરણમાં જ લખતા વાંચતા ન આવડે તેવા અનેક વિદ્યાર્થીઓ આવે છે જે પછી તરત ધો.10માં બોર્ડની પરીક્ષા આપે તો પૂરતો સમય તો મળવો જોઈએ ને ? > ગોવિંદભાઇ બતાડા, પ્રમુખ, ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્તિ આપો ખરેખર હાઇસ્કૂલમાં બોર્ડનું પરિણામ શ્રેષ્ઠ લાવવાનું હોય છે માટે શિક્ષકો અને આચાર્યને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે તે સિવાયની કામગીરીમાંથી મુક્તિ આપવી જોઈએ તો જ શિક્ષણનું સ્તર સુધરશે.જે માહિતી અગત્યની હોય ઝડપથી માહિતી માગે તે ઝડપથી મળી જાય તેવી વ્યવસ્થા કરવી પણ જરુરી છે. આજકાલ શિક્ષકોને વર્ગ શિક્ષણ સિવાયની જુદી જુદી 60 જેટલી કામગીરી કરવી પડે છે જેમાં મોટાભાગની કામગીરી ઓનલાઈન કરવાની હોય છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:વિદેશી મહેમાન હેરિયર પક્ષી છે કપાસના સફાઈ કામદાર
    Next Article
    કૃષિ કવચ:ઓછા ખર્ચે બમ્પર ઉત્પાદન આપતી નવી પદ્ધતિનો રોડમેપ તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment