Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ કવચ:ઓછા ખર્ચે બમ્પર ઉત્પાદન આપતી નવી પદ્ધતિનો રોડમેપ તૈયાર

    1 day ago

    દક્ષિણ ગુજરાતના ડાંગરના ગઢ ગણાતા તાપી જિલ્લામાં વાતાવરણના સતત બદલાતા મિજાજ અને અલ-નીનોના જોખમો વચ્ચે ખેડૂતોનો પાક સુરક્ષિત રહે અને ઉત્પાદન ખર્ચ ઘટે તે માટે કૃષિ વૈજ્ઞાનિકોએ કમર કસી છે. પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વિશેષ "ખેડૂત દિન-વ-ડાંગર પાક પરિસંવાદ’માં સમગ્ર જિલ્લામાંથી 400થી વધુ જાગૃત ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ સેમિનારમાં પરંપરાગત ખેતીની જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે ડાંગર પકવી મહત્તમ નફો મેળવવા માટેનું સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. હવામાનના પડકારો સામે "ક્લાઇમેટ રેઝિલિઅન્ટ’ જાતો પસંદ કરવા તાકીદ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. એમ. નાયક અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્માએ ખેડૂતોને બદલાતી ઋતુચક્ર સામે સજ્જ થવા આહ્વાન કર્યું હતું. જમીનની ફળદ્રુપતા અકબંધ રાખવા અને રાસાયણિક ખાતરો પાછળ થતો આડેધડ ખર્ચ અટકાવવા પ્રાકૃતિક ખેતી મોડેલ અપનાવવા પર ભાર મૂકાયો હતો. આબોહવા પરિવર્તન વચ્ચે પણ સારો ઉતારો આપે તેવી પ્રદેશ-વિશેષ જાતોની વાવણી અનિવાર્ય હોવાનું નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું હતું. ડાંગર સાથે મસાલા પાકો અને મૂલ્યવર્ધન થકી આવક બમણી કરવાનો મંત્રસેમિનારમાં વૈજ્ઞાનિકોએ માત્ર ડાંગરના ઉત્પાદન પૂરતું સીમિત ન રહેતાં તેના વેલ્યુ એડિશન (મૂલ્યવર્ધન) અને આંતરપાક તરીકે મસાલા પાકોની ખેતી દ્વારા સીધી માર્કેટ લિંકેજ ઊભી કરવા સૂચન કર્યું હતું. તાપી જિલ્લા ખેતી અધિકારી સી. સી. ગરાસિયાએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે ટેકનોલોજી અને સરકારી સહાય સીધી પહોંચાડવા "એગ્રીસ્ટેક’ અને "પીએમ-કિસાન’ યોજનાઓ કરોડરજ્જુ સમાન છે. કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડ્યાએ તાપીના ખેડૂતોને કિસાન કેન્દ્રની આધુનિક સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પશુ વિજ્ઞાનના વૈજ્ઞાનિક ડૉ. જે. બી. બુટાણીએ અને આભારવિધિ ખેતી અધિકારી મહેન્દ્ર ચૌધરીએ આટોપી હતી. સુધારેલી જાતો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉકેલ‎ રોગ-જીવાતનું આગોતરું નિયંત્રણ | ડૉ. પી. એન. પરમાર અને ડૉ. કેદારનાથે પાકમાં સંભવિત રોગ અને જીવાતો સામે ઓછા ખર્ચે સચોટ વૈજ્ઞાનિક રીત વિશે માહિતી આપી હતી. મસાલા પાકો અને પ્રોસેસિંગ | સહ સંશોધન નિયામક ડૉ. વી. આર. નાયક અને પ્રોફેસર ડૉ. આર. કે. પટેલે મસાલા પાકોની વૈજ્ઞાનિક ખેતી સાથે ખેડૂતો સીધું માર્કેટિંગ કરી વધુ નફો કમાઈ શકે તે માટે રોડમેપ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણતંત્રનું અણઘડ આયોજન:22 ઓક્ટો.થી ધો.9થી 12ની પરીક્ષા, તો બીજી તરફ 22થી જ શિક્ષકો માટે ફરજિયાત તાલીમ!
    Next Article
    દ્વારકાધીશજીના નિજ મંદિરમાં‎નવરાત્રીમાં ગરબો અને અખંડ દિપ‎:નવ દિવસ દરમિયાન ગરબાની સ્થાપના સાથે અખંડ દિપ રહે છે પ્રજવલ્લિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment