Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંદકીનો વિસ્ફોટ:વોરાબજારની ખંડેર હવેલી બની કચરાપેટી, હોનારત પૂર્વે યોગ્ય કાર્યવાહી આવશ્યક

    23 hours ago

    અવાવરુ અને ખંડેર થઈ ગયેલા મકાનની જગ્યા પર જામી રહ્યા છે ગંદકીના થર. નથી કોઈ મકાન માલિકને ચિંતા, નથી મ્યુન્સિપલ તંત્રને ચિંતા. બધા બહારથી આવવા વાળા કચરો ફેંકતા જાય, યુરીન કરવાની જગ્યા બની ગઈ છે. શહેરના ગામતળની હવેલીવાળી શેરી, વોરા બજાર,વચ્ચોવચ્ચમાં આવેલી આ જગ્યા પર વ્યવસ્થા તંત્ર તત્કાલ યોગ્ય પગલા લઇને કોઇ દુર્ઘટના થાય તે પહેલા પગલાં લે તે જરૂરી છે. શહેરના ઐતિહાસિક ગામતળ વિસ્તારની હવેલીવાળી શેરી અને વોરા બજારની વચ્ચોવચ્ચ આવેલી એક વર્ષો જૂની અવાવરુ અને ખંડેર મિલકત હાલ સ્થાનિક રહીશો અને વેપારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ જગ્યા અત્યારે ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ખંડેર જગ્યામાં બહારથી આવતા અસામાજિક તત્વો અને રાહદારીઓ બેરોકટોક કચરો ફેંકી રહ્યા છે. એટલું જ નહીં, આ સ્થળ જાહેર શૌચાલય અને યુરીન કરવાની જગ્યા બની ગયું છે, જેના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. ગીચ વસ્તી ધરાવતા આ વેપારી મથકમાં ચોમાસા અને સામાન્ય દિવસોમાં પણ ભયંકર રોગચાળો ફેલાવવાનો મોટો ખતરો ઊભો થયો છે. જગ્યાની યોગ્ય સફાઈ કરાવીને તેને બ્લોક કરો મકાન જર્જરિત હોવાથી ગમે ત્યારે તેની દીવાલો કે છત તૂટી પડે તેવી સ્થિતિ છે. આ વ્યસ્ત બજારમાં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે. સ્થાનિક રહીશોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં મહાપાલિકાનું કોર્પોરેશનનું તંત્ર તત્કાલ જાગે, મિલકત ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરે અને આ જગ્યાની યોગ્ય સફાઈ કરાવીને તેને બ્લોક કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    પ્રવેશ પ્રક્રિયા:ડિપ્લોમા ઈજનેરીમાં સરકારી કોલેજની 86% બેઠક ભરાઈ
    Next Article
    ‘જીવન અમૃત’ હ્યુમન મિલ્ક બેંકનું 19મીએ લોકાર્પણ કરવામાં આવશે:સર તખ્તસિંહજી હોસ્પિટલમાં માતાના દૂધથી નવજાત શિશુને મળશે નવજીવન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment