Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવેશ પ્રક્રિયા:ડિપ્લોમા ઈજનેરીમાં સરકારી કોલેજની 86% બેઠક ભરાઈ

    23 hours ago

    એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC) દ્વારા વર્ષ 2026-27ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં રાજ્યની 149 કોલેજોની 68,000થી વધુ બેઠકોમાંથી ઓવરઓલ 56 ટકા બેઠકો ખાલી રહી છે. જોકે, ઓછી ફી, અનુભવી પ્રોફેસર્સ અને શ્રેષ્ઠ પ્લેસમેન્ટ સહિતના પરીબળોના લીધે જોરે 36 સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 86% બેઠકો ભરાઈ ગઈ છે. ઊંચી ફી, સુવિધાના અભાવે સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં 58 ટકા બેઠકો ખાલી રહી છે. ખાનગી કોલેજોમાં ખાલી બેઠકોના કારણોમા઼ સરકારીમાં વાર્ષિક ફી માત્ર રૂ.1,000 (કન્યાઓ માટે નિઃશુલ્ક) છે, ખાનગીમાં રૂ. 25,000થી રૂ. 80,000 સુધીની ભારે ફી લેવાય છે. સરકારીમાં GPSC પાસ, PhD પ્રોફેસર્સ હોય છે, ખાનગી કોલેજોમાં ઓછા અનુભવી અધ્યાપકો વધારે હોય છે. ગણતરીની ખાનગી કોલેજોને બાદ કરતાં મોટા ભાગની સંસ્થાઓમાં અપેક્ષા મુજબનું પ્લેસમેન્ટ, એકેડેમિક પરિણામ મળતું નથી. યોગ્ય પ્લેસમેન્ટના અભાવે વિદ્યાર્થીઓ ધોરણ 11 અથવા ટૂંકા ગાળાના ITI અને સ્કીલ-બેઝ્ડ કોર્સ પસંદ કરી રહ્યા છે. વર્ષ 2026-27માં સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ કુલ 22,213 બેઠકો છે તે પૈકી 18895 બેઠકો ભરાઇ ગઇ છે એટલે કે 85.47 ટકા બેઠકો ભરાઇ ગઇ છે. જ્યારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં કુલ બેઠકો 45,789 ઉપલબ્ધ છે અને તે પૈકી 19,167 બેઠકો ભરાઇ ગઇ છે એટલે કે 41.86 બેઠકો ભરાઇ છે અને 58 ટકા જેટલી બેઠકો ખાલી છે. સરકારી અને ખાનગી બન્નેમાં થઇને કુલ 68,002 બેઠકો છે અને તે પૈકી 38,152 બેઠકો ભરાઇ જતા કુલ 56.10 ટકા બેઠકો ભરાઇ છે. તેની તુલનામાં વર્ષ 2025-26માં કુલ 69,687 બેઠકો હતી તેમાં 38,901 બેઠકો ભરાતા 55.58 ટકા બેઠકો ભરાઇ હતી. તો વર્ષ 2024-25માં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કુલ 75,515 બેઠકો પૈકી 42,628 ભરાઇ હતી અને ટકાવારી 58.79 ટકા રહી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ગ્રામ્ય બની ગુજરાતની પ્રથમ ISO પ્રમાણિત જિલ્લા પોલીસ કચેરી:તમામ એકમોને મળ્યું આંતરરાષ્ટ્રીય માનક
    Next Article
    ગંદકીનો વિસ્ફોટ:વોરાબજારની ખંડેર હવેલી બની કચરાપેટી, હોનારત પૂર્વે યોગ્ય કાર્યવાહી આવશ્યક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment