Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ગ્રામ્ય બની ગુજરાતની પ્રથમ ISO પ્રમાણિત જિલ્લા પોલીસ કચેરી:તમામ એકમોને મળ્યું આંતરરાષ્ટ્રીય માનક

    21 hours ago

    ગુજરાતના પોલીસિંગ ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એક અનન્ય સીમાચિહ્ન અંકિત થયું છે. સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસના તમામ 24 પોલીસ સ્ટેશન, પેટા કચેરીઓ, શાખાઓ અને સ્પેશિયલ યુનિટ્સને આવરી લેતું આંતરરાષ્ટ્રીય સ્તરનું ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. રાજકોટમાં આયોજિત એક વિશેષ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જિલ્લા પોલીસને આ ગૌરવપૂર્ણ સર્ટિફિકેટ સુપરત કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજકોટ ગ્રામ્ય સમગ્ર ગુજરાતમાં પોતાની સંપૂર્ણ પોલીસ વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સ્ટાન્ડર્ડ હેઠળ લાવનારો રાજ્યનો સૌ પ્રથમ જિલ્લો બની ગયો છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના સતત માર્ગદર્શન અને એસપી વિજયસિંહ ગુર્જરના સુચારુ નેતૃત્વ હેઠળ જિલ્લાના તમામ અધિકારીઓ અને જવાનોની અથાક મહેનતના પરિણામે આ સફળતા સાંપડી છે. 9 મહિનાની કઠિન તૈયારી | બે તબક્કાના ઓડિટ, આંતરિક મંથન બાદ મળી સફળતા પ્રજા અને પોલીસને આ થશે સીધો ફાયદો દસ્તાવેજો મિનિટોમાં મળતાં તપાસ ઝડપી બની ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના ક્રાઈમ રાઈટર ડેસ્કના વડા હેડ કોન્સ્ટેબલ કિરણબેન ડાંગરે જણાવ્યું કે, “પહેલાં જૂના રેકોર્ડ શોધવામાં ખાસ્સો સમય જતો હતો. હવે નિશ્ચિત ફોર્મેટ અને ફાઈલિંગ સિસ્ટમ ગોઠવાઈ જતાં ફરિયાદથી લઈને તપાસ સુધીનું કામ સચોટ, સરળ અને ઝડપી બન્યું છે.” પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, આ સર્ટિફિકેશન ગુણવત્તા વ્યવસ્થાપન માટે છે અને કાયદાકીય પ્રક્રિયાઓમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS),2023 સહિતના નિયમો યથાવત્ ચુસ્તપણે લાગુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    2017માં ટ્રસ્ટની સ્થાપના કરી, 800 બાળકોના તહેવારોમાં મીઠાશ ભરે છે:બંને પગે વિકલાંગ વિપુલભાઈએ 11 વખત ગિરનાર સર કર્યો, 180 મિત્રને સેવામાં જોડ્યા
    Next Article
    પ્રવેશ પ્રક્રિયા:ડિપ્લોમા ઈજનેરીમાં સરકારી કોલેજની 86% બેઠક ભરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment