Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મુંબઈમાં ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, છેલ્લા નોરતે ખેલૈયાઓ ભીંજાશે, રાહુલ બોલ્યા- જ્ઞાનેશ જાણે છે કિંમત ચૂકવવી પડશે

    12 hours ago

    નમસ્તે, એક્ટર ટાઇગર શ્રોફ પર મુંબઈમાં ફાયરિંગ થયું. રાહુલ ગાંધીએ રવિવારે ગોવામાં કહ્યું કે હું દરેક સ્ટેટને કહું છું કે પીએમ વોટ ચોરી કરે છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આરોપ લગાવ્યો કે ફ્રાન્સ અને બાંગ્લાદેશમાં થયેલી હિંસક ઘટનાઓ જેવા ષડયંત્રો ભારતમાં પણ રચવામાં આવ્યા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દેશભરમાં નોમ ઉજવવામાં આવશે, દુર્ગા પ્રતિમાઓનું વિસર્જન થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ટાઇગર શ્રોફ પર મુંબઈમાં 5 રાઉન્ડ ફાયરિંગ:લોરેન્સ ગેંગે જવાબદારી લીધી, વાઇરલ ઓડિયોમાં સલમાન ખાનને ખતમ કરવાની ધમકી એક્ટર ટાઇગર શ્રોફ પર રવિવારે સાંજે 7 વાગ્યે મુંબઈમાં ગોળીબાર થયો. એક બાઇક પર સવાર 3 લોકોએ તેમના પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. મીડિયા રિપોર્ટ મુજબ, ફૂટબોલ રમીને પરત ફરતી વખતે ટાઈગરની કાર જુહૂના પુષ્પા પાર્ક પાસે રોકાઈ હતી. અહીં તેમને જોવા માટે ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન એક બાઇક પર સવાર ત્રણ લોકો ત્યાં પહોંચ્યા અને ટાઇગરની કાર પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર ટાઇગર શ્રોફ સુરક્ષિત છે. ટાઇગરના ડ્રાઇવર ઉપરાંત એક અન્ય વ્યક્તિને પણ ગોળી વાગી છે. બંને ખતરાથી બહાર છે. હુમલા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ અને ઓડિયો વાઇરલ થઈ રહ્યા છે. તેમાં લોરેન્સ ગેંગના અનિલ પંડિતે ફાયરિંગની જવાબદારી લીધી છે. લખ્યું છે કે સલમાન ખાન સાથે કામ કરનારનું આવું જ પરિણામ આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'જ્ઞાનેશ કુમાર બચી નહીં શકે...’:રાહુલે કહ્યું- કિંમત ચૂકવવી પડશે, હું મત ચોરીની વાત કરું છું પણ કેસ થતો નથી, મારા પર કેસ કરશે તો મામલો લીગલ બની જશે રાહુલ ગાંધીએ રવિવારે ગોવામાં કહ્યું કે હું દરેક રાજ્યને કહું છું કે વડાપ્રધાન મતચોરી કરે છે. પરંતુ મારા પર કોઈ કેસ નોંધાતો નથી. કારણ કે તેઓ જાણે છે કે જો કેસ થયો તો મામલો કાનૂની બની જશે અને તેઓ ફસાઈ જશે. દિલ્હીમાં અમે થોડા જ સમયમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીનો સામનો કરી લઈશું. કામ ચાલુ છે. સરકારની સમયસીમા પૂરી થવાની તારીખ નજીક આવી રહી છે. તમે જોયું છે કે આજકાલ વડાપ્રધાન સામે ઊભા રહી શકતા નથી. કારણ કે તેઓ જાણે છે કે દેશના યુવાનો તેમની વિરુદ્ધ ઊભા થઈ ગયા છે. છેલ્લા 4 વર્ષમાં રાહુલની આ પહેલી ગોવા મુલાકાત છે. આ પહેલાં તેઓ 2022માં અહીં આવ્યા હતા. ગોવામાં આવતા વર્ષે 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રિજિજુ બોલ્યા- ભારત ન તો બાંગ્લાદેશ છે, ન ફ્રાન્સ:માત્ર ચૂંટણી દ્વારા જ ભારતમાં સત્તા પરિવર્તન થઈ શકે છે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રવિવારે આરોપ લગાવ્યો કે ફ્રાન્સ અને બાંગ્લાદેશમાં બનેલી હિંસક ઘટનાઓ જેવું જ ષડયંત્ર ભારતામાં પણ રચવામાં આવ્યું હતું. કેટલાક નેતાઓએ યુવાનોને ઉશ્કેરવા અને રસ્તાઓ પર હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો. રિજિજુએ કહ્યું કે આવું ખતરનાક ષડયંત્ર રચનારા લોકો એ ભૂલી ગયા કે ભારત ન તો બાંગ્લાદેશ છે અને ન તો ફ્રાન્સ. ભારતમાં સત્તા પરિવર્તન ચોક્કસપણે થઈ શકે છે, પરંતુ માત્ર ચૂંટણીઓ દ્વારા, સોરોસ દ્વારા નહીં. રિજિજુએ X પર પોસ્ટ ઉપરાંત એક વીડિયો પણ શેર કર્યો, જેમાં રાહુલ ગાંધી અને નેહા બોરાને દર્શાવવામાં આવ્યા છે. હકીકતમાં, 14 ઓક્ટોબરે બાંગ્લાદેશમાં થયેલા હિંસક પ્રદર્શનના સમર્થનમાં નેહા બોરાનો વીડિયો સામે આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કોલકાતા પંડાલમાં નાસભાગનો VIDEO:વરસાદમાં સેંકડો લોકો દોડીને અંદર ઘૂસી ગયા, સાંકડા રસ્તામાં દબાઈ ગયા, મહિલાઓ-બાળકોની ચીસાચીસ; 19 મોત, 5 ICUમાં દાખલ કોલકાતાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે રાત્રે નાસભાગ મચવાથી 19 લોકોનાં મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં વરસાદ વચ્ચે સેંકડો લોકો પંડાલમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે. સાંકડા રસ્તામાં ભીડ ફસાઈ ગઈ અને મહિલાઓ-બાળકો મદદ માટે ચીસો પાડવા લાગ્યા. ઘાયલોની શહેરની 3 અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી 5 દર્દીઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને એકની હાલત ગંભીર છે. રવિવારે સવારે ગૃહમંત્રી અમિત શાહ ઘાયલોને મળવા એપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે પૂજા કમિટીના સચિવ અને ઉપાધ્યક્ષ સહિત 7 લોકોની ધરપકડ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. મોંઘવારીની આગમાં ભડકે બળ્યું ફ્રાન્સ:8 લાખ લોકો રસ્તા પર, રાષ્ટ્રપતિ ભવન નજીક ભીષણ હિંસા; 143 વર્ષ જૂની ઇમારત સળગાવી, Apple સ્ટોર લૂંટાયા ફ્રાન્સમાં વધતી મોંઘવારી અને ઈંધણના ભાવોના વિરોધમાં શનિવારે 8 લાખ લોકો રસ્તા પર ઉતર્યા. ફ્રાન્સ 24ના અહેવાલ મુજબ રાજધાની પેરિસમાં રાષ્ટ્રપતિ ભવન એલિઝે પેલેસથી માત્ર 400 મીટર દૂર પ્રદર્શનકારીઓએ હિંસક પ્રદર્શન કર્યું અને વાહનોમાં આગ લગાવી દીધી. લગભગ 1,200 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, લિમોજ શહેરમાં નકાબધારી પ્રદર્શનકારીઓએ ટાઉન હોલમાં આગ લગાવી દીધી. તેના કારણે 143 વર્ષ જૂની ઇમારત લગભગ સંપૂર્ણપણે નાશ પામી. દેશના અનેક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતિ યથાવત રહી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. છેલ્લા નોરતે ખેલૈયાઓ ભીંજાશે: સોમવારે 4 જિલ્લામાં વરસાદની આગાહી, અમદાવાદના ધોલેરામાં વરસાદી ઝાપટા વરસ્યા; ગરબા આયોજકોની ચિંતા વધી અમદાવાદ સહિત રાજ્ય ભરમાં ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છેકે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજથી આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટર સુધી એક અન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેના પ્રભાવથી 19 ઓક્ટોબર આસપાસ દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક હળવું દબાણ (લો પ્રેશર એરિયા) સર્જાવાની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ કે ન્યૂનતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભાવનગરના યુવાને મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ઉંડી ખીણમાં ઝંપલાવ્યું:13 મિનિટના અંતિમ વીડિયોમાં કહ્યું-સ્ત્રીમાં શું અવગુણ ન હોય શકે? 498ના કેસ જિંદગી લે છે પગે લાગુ છું, માતાનું આક્રંદ ભાવનગરના ચિત્રામાં રહેતા વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી કુદી આત્મહત્યા કરી છે. મૂળ રાજપરા (ઠાડચ)ના વતની વિશ્વરાજે 13 મિનિટનો વીડિયો બનાવ્યા બાદ 1700 ફૂટ ઉંડી ખીણમાં ઝંપલાવી દીધું હતું. વીડિયોમાં કહ્યું કે, જો તમારે દીકરો હોય અને ભવિષ્ય ન બગાડવું હોય તો આ શેર કરો અને કાયદો બદલો. 498ના કેસ જિંદગી લે છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાકેનવાડા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ યુવકની ડેડબોડી ભાવનગર મોકલવામાં આવી હતી. જ્યાંથી પાલીતાણા લઈ જઈને અંતિમવિધિ કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જમ્મુમાં આર્મી અધિકારીની પત્નીએ જાસૂસી કરી, FIR નોંધાઈ:ચીની નાગરિક સાથે કનેક્શન, ChatGPTથી નોટ્સ બનાવી; UNમાં ઇન્ટર્નશિપ કરી ચૂકી છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : કેનેડાના સૈન્ય મથક પર વિસ્ફોટ, અનેક સૈનિકોનાં મોત:રક્ષા મંત્રીએ કહ્યું- આવું દૃશ્ય ક્યારેય જોયું નથી; 1300 જવાનો તૈનાત હતા (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : મણિપુરમાં કુકી-નાગા સમુદાયો વચ્ચે ગોળીબાર, 1નું મોત:4 ઘાયલ; મ્યાનમારના ઉગ્રવાદીઓ પર હુમલાનો આરોપ, 8 મહિનામાં 50થી વધુનાં મોત (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનમાં કેવી રીતે ઉજવાય છે નવરાત્રી?:કરાચીમાં ગરબા અને ભંડારાની રમઝટ, સિંધી યુવતીએ વીડિયોમાં બતાવી સરહદ પારની ભક્તિ; Video Viral (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : FOએ ગુજરાતીઓને ધોઇ નાખ્યા:પ્રોફિટનો 99 ટકા હિસ્સો અલ્ગો ટ્રેડર્સ લઇ ગયા, લોસમાં ગુજરાતના રિટેલર્સ ટોપ-3માં, ઇન્સ્ટન્ટ રૂપિયા કમાવાનો ચસકો ભારે પડ્યો (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : શું ન્યૂઝીલેન્ડ સામે પણ વૈભવ ખાલી પાણી જ પીવડાવશે?:ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ્સ નારાજ; કેપ્ટન શ્રેયસે સૂર્યવંશીને રમાડવા પર અંતે ચુપ્પી તોડી (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મલ્લિકાર્જુનની બાજુમાં બિરાજે છે ભ્રામરામ્બા:અસુરના વધ માટે લીધું ભમરાનું રૂપ, એક જ દિવસ મુખ પરથી હટે છે સોનાનું કવચ; પૂજારી સાડી પહેરીને કરે છે વિશેષ આરતી (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ યુવતીને મળવા 2000 KM ગયો, તે AI નીકળી બ્રાઝિલમાં 49 વર્ષીય એડિમર રોચા સોશિયલ મીડિયા પર મળેલી યુવતીના પ્રેમમાં 2,000 કિમી દૂર પહોંચી ગયા. ત્યાં જઈને ખબર પડી કે યુવતી અસલમાં હતી જ નહીં, પરંતુ તેના વીડિયો AIથી બનાવવામાં આવ્યા હતા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ખાખી કવર- ‘કસાબને એક નહીં બબ્બે વકીલ આપો’:ઉજ્જવલ નિકમે કસાબને કેવી રીતે ફાંસીએ પહોંચાડ્યો? કસાબે બિરયાની માગ્યાનું જુઠ્ઠાણું કોણે ચલાવેલું? 2. સન્ડે બિગ સ્ટોરી- 'પતિના બીજા બંગલા પર પત્નીનો કબ્જો, પ્રેમી સાથે રહેવા લાગી':દહેજ અને ઘરેલુ હિંસાના કેસોમાં હવે તારીખ પે તારીખ નહીં પડે! 3. આજનું એક્સપ્લેનર:મક્કાની મસ્જિદમાં 'અશ્લીલ હરકત', સાઉદી અરેબિયાએ બાંગ્લાદેશી કપલને ફાંસીની સજા આપી; સવાલો કેમ ઉઠી રહ્યા છે? 4. ભાસ્કર એક્સક્લૂસિવ- CJPને ‘પાઠ ભણાવવા’ હિન્દુ રક્ષા દળે 150 લોકો મોકલ્યા:35 કાર્યકરો વિરોધ-પ્રદર્શનમાં ઘૂસી ગયા, લોકોને મારનાર બોલ્યો- પોલીસ મારાથી ખુશ રહે છે 5. 19 ફૂટ ને 90 કિલોના અજગર સાથે કુસ્તી!:અમેરિકન ઈન્ફ્લુએન્સરે શેર કર્યો અજગર સાથે મોતના મુકાબલાનો VIdeo, માંડ-માંડ બચ્યો 'રિયલ ટાર્ઝન'નો જીવ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: સિંહ રાશિના લોકોને બિઝનેસમાં "બલ્લે બલ્લે, ધન રાશિના જાતકોને રોકાણમાં ફાયદો થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    મંડળી ગરબામાં બબાલ, બાઉન્સર ધોકા-તલવાર લઈને યુવકો પાછળ દોડ્યા:અમદાવાદ નજીક ગરબામાં પ્રવેશ બાબતે માથાફૂટ થતા નાસભાગ મચી, મોંઘા પાસ લઈને આવેલા ખેલૈયાઓમાં ફફડાટ
    Next Article
    53 હજાર મહિલા માટે ‘સખી સેન્ટર’ બન્યું દીવાદાંડી:આશ્રયથી લઈ તબીબી સહાય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment