Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડળી ગરબામાં બબાલ, બાઉન્સર ધોકા-તલવાર લઈને યુવકો પાછળ દોડ્યા:અમદાવાદ નજીક ગરબામાં પ્રવેશ બાબતે માથાફૂટ થતા નાસભાગ મચી, મોંઘા પાસ લઈને આવેલા ખેલૈયાઓમાં ફફડાટ

    12 hours ago

    ગાંધીનગર જિલ્લાના સાંતેજ નજીક ખાત્રજ-કલોલ રોડ પર આવેલા જાણીતા ‘સેપ્ટના મંડળી’ ગરબા મહોત્સવમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક અસામાજિક તત્વો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડ બહાર લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે મારામારી થતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હિંસક જૂથ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખેલૈયાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગેરકાયદે પ્રવેશ મુદ્દે બબાલ અને તલવારો ખેંચાઈ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેટલાક સ્થાનિક શખ્સો પાસ વિના ગેરકાયદેસર રીતે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિક્યુરિટી સ્ટાફે તેમને રોકતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. મામલો એટલી હદે બિચક્યો હતો કે સિક્યુરિટી ગાર્ડ્સ લાકડીઓ અને ખુલ્લી તલવારો લઈને રસ્તા પર આવી ગયા હતા અને સામસામે હુમલા શરૂ કરી દીધા હતા. મોંઘા પાસ લઈને આવેલા ખેલૈયાઓમાં નાસભાગ સેપ્ટ મંડળી ગરબામાં મોંઘા ભાવના પાસ લઈને પરિવાર અને મિત્રો સાથે મન મૂકીને ગરબે ઘૂમવા આવેલા હજારો ખેલૈયાઓમાં આ ધીંગાણાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે ખુલ્લી તલવારો લહેરાતી જોઈને મહિલાઓ અને યુવતીઓ ગભરાઈ ગઈ હતી અને થોડા સમય માટે ગરબાનો માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો. સાંતેજ પોલીસે ફોન ન ઉપાડ્યો આ સમગ્ર ચકચારી ઘટના અને વાયરલ વીડિયો અંગે વાસ્તવિક સ્થિતિ તથા પોલીસ કાર્યવાહીની વિગતો મેળવવા માટે સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સુરેશ ચૌધરીનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં મોંઘાદાટ પાસ વેચતા આયોજકો દ્વારા સુરક્ષાના નામે તલવારો કાઢવાની ઘટનાથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Aries Tarot Card Rashifal: संपत्ति के मामले में जल्दबाजी करने से बचें, नई तकनीकों की जानकारी से मिलेगा लाभ
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મુંબઈમાં ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, છેલ્લા નોરતે ખેલૈયાઓ ભીંજાશે, રાહુલ બોલ્યા- જ્ઞાનેશ જાણે છે કિંમત ચૂકવવી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment