Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌતમ અદાણી પત્ની સાથે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે:જિનમંદિરમાં ભગવાન મહાવીરની પૂજા-અર્ચના કરી, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

    1 day ago

    અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ નવરાત્રીના પાવન અવસરે રવિવારે(18 ઓક્ટોબર) દક્ષિણ ગુજરાતમાં ધરમપુરમાં આવેલા ‘શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લઈ પૂજ્ય ગુરુદેવ રાકેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પ્રક્ષાલન વિધી કરવાનો અનુભવ અત્યંત ભાવપૂર્ણ ગૌતમ અદાણીએ ‘X’ પર કરેલી પોસ્ટ પર લખ્યું, “પ્રીતિ અને મેં ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં પૂજ્ય ગુરુદેવ રાકેશજી સાથે ખૂબ આધ્યાત્મિક ક્ષણો વિતાવીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વિશ્વની સૌથી ઊંચી શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાના ચરણ પૂજનીય ભાવે ચરણ ધોવાની પ્રક્ષાલન વિધી કરવાનો અનુભવ અત્યંત ભાવપૂર્ણ હતો.” જીવન, સંસાધનો અને તકોનો ઉપયોગ મુલાકાત દરમિયાન પૂજ્ય ગુરુદેવએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સાધના અને સેવા એકબીજા સાથે જોડાયેલાં છે. તેમણે વ્યક્તિના જીવન, સંસાધનો અને તકોનો ઉપયોગ વિશાળ જનકલ્યાણ માટે કરવા બાબત પણ માર્ગદર્શન આપ્યું હતું. વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ સાથે પણ અદાણીએ સંવાદ કર્યો દંપતીએ આશ્રમના ધ્યાન અને આધ્યાત્મિક પ્રવચન સંકુલ જ્યાં પૂજ્ય ગુરુદેવએ માનવ જીવનના ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક સાધનાના મહત્વ વિશે વાત કરી હતી, તે રાજ સભાગૃહ’માં યોજાયેલા સત્સંગમાં ભાગ લીધો હતો. વધુમાં વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા અને સામાજિક કાર્યોમાં યોગદાન આપી રહેલા મિશનના યુવા વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ સાથે પણ અદાણીએ સંવાદ કર્યો હતો. દિવ્યાંગ બાળકોને તબીબી સાધનોનું વિતરણ ડૉ. પ્રીતિ અદાણીએ ‘શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વિમેન’ની મુલાકાત લઈ કૌશલ્ય વિકાસ, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમોના લાભાર્થી આદિવાસી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. ‘શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’ની તેમની મુલાકાત વેળા દિવ્યાંગ બાળકોને તબીબી સાધનોના વિતરણમાં સહભાગી થયાં હતાં. તેમણે જિનમંદિરમાં ભગવાન મહાવીરની પૂજા-અર્ચના કરી હતી. દ્રષ્ટિ સંભાળ પહેલમાં સહયોગ કરવાની શક્યતા અદાણીએ મિશનની માનવતાવાદી શાખા ‘શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર’ સાથે સહયોગ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ડૉ. પ્રીતિ અદાણીએ અદાણી ફાઉન્ડેશનના કાર્યો સાથે સુસંગત સંસ્થાની દ્રષ્ટિ સંભાળ પહેલમાં સહયોગ કરવાની શક્યતાઓ વિષે ચર્ચા કરી હતી. છ ખંડોમાં 142થી વધુ કેન્દ્રો 355 એકરમાં ફેલાયેલો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ SRMDનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય છે. 1994માં પૂજ્ય ગુરુદેવ રાકેશજી દ્વારા સ્થાપિત મિશન છ ખંડોમાં 142થી વધુ કેન્દ્રો ધરાવે છે, તે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પૂજ્ય જૈન ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી પ્રેરણા લે છે અને તે શિક્ષણ શાણપણ, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક પરિવર્તન પર કેન્દ્રિત છે. લાઇફ કેર મિશન આરોગ્યસંભાળ, શિક્ષણ, માનવતાવાદી સહાય, પ્રાણીઓની સંભાળ અને પર્યાવરણીય કલ્યાણના ક્ષેત્રમાં કામ કરે છે તે વૈશ્વિક સ્તરે લાખો જીવનને સ્પર્શ્યું છે. વર્ષના આરંભે અદાણીએ અયોધ્યા, કોલકાતાના કાલીઘાટ અને ઉત્તર ગુજરાતમાં તારંગા હિલ્સ ખાતે જૈન મંદિરની મુલાકાત લીધી હતી. 1મેના રોજ, દંપતીએ તેમની 40મી લગ્નતિથી નિમિત્તે કેદારનાથની મુલાકાત લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    ટાઇગર શ્રોફ પર મુંબઈમાં 5 રાઉન્ડ ફાયરિંગ:લોરેન્સ ગેંગે કહ્યું- જે સલમાન સાથે કામ કરશે, તેનું આવું જ પરિણામ આવશે
    Next Article
    પાલનપુરમાં વૃંદાવન પરિવારના નવરાત્રી મહોત્સવમાં શિવમ બીટ્સના કલાકારોએ રંગ જમાવ્યો:ધર્મેશ પ્રજાપતિ, રાકેશ આચાર્ય અને હિતેશ પ્રજાપતિ સહિતના કલાકારોની સંગીતમય પ્રસ્તુતિથી માહોલ ગરબામય બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment