Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં વૃંદાવન પરિવારના નવરાત્રી મહોત્સવમાં શિવમ બીટ્સના કલાકારોએ રંગ જમાવ્યો:ધર્મેશ પ્રજાપતિ, રાકેશ આચાર્ય અને હિતેશ પ્રજાપતિ સહિતના કલાકારોની સંગીતમય પ્રસ્તુતિથી માહોલ ગરબામય બન્યો

    1 day ago

    પાલનપુરમાં વૃંદાવન પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ-2026નું આયોજન કરાયું છે. સાતમના નોરતે ભક્તિ, સંગીત અને ઉત્સાહનો સંગમ જોવા મળ્યો. શિવમ બીટ્સના કલાકારો ધર્મેશ પ્રજાપતિ, રાકેશ આચાર્ય, હિતેશ પ્રજાપતિ, માધવી જોષી, માહી શર્મા અને વિષ્ણુ દેસાઈએ સંગીતમય પ્રસ્તુતિ આપી. કલાકારોના ગરબાના તાલ અને સંગીતથી ખેલૈયાઓ માતાજીના ગરબે રમ્યા. પરંપરાગત ગરબા અને ભક્તિના સમન્વયથી મહોત્સવમાં ઉત્સાહ જોવા મળ્યો. ખેલૈયાઓએ મા અંબાની આરાધનામાં ગરબા રમીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. આ મહોત્સવમાં દરરોજ અલગ-અલગ કલર કોડ નક્કી કરાય છે. કલર કોડ પ્રમાણે તૈયાર થઈને આવતા ખેલૈયાઓ ઉત્સવને વધુ આકર્ષક બનાવે છે. રંગબેરંગી વસ્ત્રો, ગરબાના તાલ અને મા અંબાની ભક્તિથી ઉત્સવમય વાતાવરણ છે. વૃંદાવન પરિવારના પારિવારિક ગરબામાં આ નવરાત્રી મહોત્સવ પાલનપુરના ખેલૈયાઓ માટે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને સમર્પિત એક યાદગાર પ્રસંગ બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગૌતમ અદાણી પત્ની સાથે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે:જિનમંદિરમાં ભગવાન મહાવીરની પૂજા-અર્ચના કરી, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
    Next Article
    જામનગરમાં ‘રાસવેલી’ નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા:ભક્તિબેન જેઠવા, આર.જે. પ્રણવ અને વી.ડી.જે. જીત સાથે વેનસ ઇવેન્ટ્સને સફળતા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment