Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાદશાહે છાનામાના કરેલા બીજા લગ્નનો 5 મહિનામાં જ અંત:'નવાબઝાદે' ફેમ ઈશા રિખી સાથે જૂનમાં લગ્ન કર્યાં ને જુલાઈમાં તો ડખા શરૂ થઈ ગયા હતા

    9 hours ago

    રેપર બાદશાહ અને પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીએ 5 મહિનાના લગ્નજીવનનો અંત લાવી દીધો છે. જૂન મહિનામાં ચોરી છૂપે બાદશાહે બીજા લગ્ન કર્યા હતા. જોકે, સોમવારે રાત્રે બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને છૂટાછેડાની પુષ્ટિ કરી. બાદશાહ અને ઈશાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, આ નિર્ણય બંનેની પરસ્પર સંમતિથી લેવામાં આવ્યો છે. બંનેએ ચાહકો અને મીડિયાને આ સમયે તેમની ગોપનીયતાનું સન્માન કરવા અને કોઈપણ પ્રકારના અનુમાન ન લગાવવા માટે વિનંતી કરી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી બંનેના સંબંધોમાં ખટપટના સમાચાર આવી રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું લખ્યું પોસ્ટમાં બાદશાહે લખ્યું કે, તે અને ઈશા રિખી પરસ્પર સન્માન સાથે અલગ-અલગ રસ્તાઓ પર આગળ વધી રહ્યા છે. બાદશાહે લખ્યું, 'અમારો આ નિર્ણય પરસ્પર સહમતિથી લેવામાં આવ્યો છે. અમે બધાને વિનંતી કરીએ છીએ કે આ સમયે અમારી ગોપનીયતાનું ધ્યાન રાખે. આ મુદ્દે અમારું આ પહેલું અને છેલ્લું નિવેદન છે, તેથી અમારા સંબંધો વિશે આગળ કોઈ અનુમાન ન લગાવવામાં આવે.' ઈશા રિખીએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ જ નિવેદન શેર કર્યું છે. જુલાઈથી અણબનાવના સમાચાર સામે આવી રહ્યા હતા બાદશાહ અને ઈશા રિખીના સંબંધોમાં તણાવના સમાચાર જુલાઈ મહિનામાં આવવાની શરૂઆત થઈ હતી. 26 જુલાઈએ ઈશાએ બાદશાહ સાથે પોતાની ઘણી તસવીરો અને વીડિયો શેર કરતા એક પોસ્ટ લખી હતી. તેમાં તેણે 'દરેક તોફાન એક શીખ છે' લખીને દિલ તૂટવાનો ઇમોજી લગાવ્યો હતો. આ પછી ઈશાએ એક નોટમાં લખ્યું હતું કે, તે લાંબા સમય સુધી ડરના કારણે ચૂપ રહી, પરંતુ હવે તે પોતાના આત્મસન્માન માટે બોલી રહી છે. આ દરમિયાન ઈશાની માતા પૂનમ રિખીએ પણ સોશિયલ મીડિયા પર કર્મ સંબંધિત પોસ્ટ શેર કરી હતી. જૂનમાં જ કર્યો હતો લગ્નનો ખુલાસો ઈશા રિખીએ આ જ વર્ષે જૂનમાં ઈન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી એનિથિંગ' સેશન દરમિયાન બાદશાહ સાથે પોતાના લગ્નની પુષ્ટિ કરી હતી. જોકે, લગ્ન પછી પણ બંને જાહેરમાં એકબીજા વિશે વધુ વાત કરવાનું ટાળતા રહ્યા. ત્યારે હવે રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈશા રિખી જલ્દી જ સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ 20'નો ભાગ બની શકે છે. બાદશાહ એક દીકરીનો પિતા છે નોંધનીય છે કે, બાદશાહે અગાઉ જેસ્મિન મસીહ સાથે 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેના ઘરે 2017માં દીકરી જેસ્મી ગ્રેસ મસીહ સિંહનો જન્મ થયો હતો. જોકે, 2020માં બંનેએ છૂટાછેડા લઈ લીધાં હતાં. છૂટાછેડા અંગે અગાઉ બાદશાહે 'પ્રખર કે પ્રવચન' પોડકાસ્ટમાં કહ્યું હતું કે, 'અમે બંનેએ બધું જ અજમાવી લીધું. અમારી પાસે જે કંઈ પણ હતું, તે બધું અમે આપી દીધું. જો કે, અંતે અમે અલગ થઈ ગયા કારણ કે તે મારી દીકરી માટે યોગ્ય નહોતું. હું મારી દીકરીને મળવા આવું છું, પરંતુ અવારનવાર મળી શકાતું નથી કારણ કે તે લંડનમાં રહે છે.' દીકરીના જન્મ પહેલા બાળકો પસંદ નહોતા 2018માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન બાદશાહે કહ્યું હતું કે, 'મને પહેલા ક્યારેય બાળકો પસંદ નહોતા. હું તેમને એક પ્રકારની નફરત કરતો હતો. હું માત્ર તેમને પસંદ નહોતો કરતો. પરંતુ મારી દીકરીના જન્મ પછી બધું બદલાઈ ગયું અને મેં હવે બાળકોને પ્રેમ કરવાનું શરૂ કર્યું. હવે જ્યારે બાળક રડે છે, ત્યારે હું તેને કોઈક રીતે શાંત કરવાનો પ્રયાસ કરું છું.' બાદશાહે કહ્યું- ‘હું મારી દીકરી માટે કંઈ પણ કરી શકું છું. હું પિતા બનવાની લાગણી વર્ણવી શકતો નથી. મને લાગે છે કે આ લાગણીઓને સમજવા માટે તમારે પિતા બનવું પડશે. તે (જેસી) મારી આખી દુનિયા છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. હું તેના માટે કંઈ પણ કરી શકું છું.’
    Click here to Read More
    Previous Article
    પચ્છેગામમાં જુગાર રમતા બે ઝડપાયા, સાત ફરાર:દરોડા દરમિયાન વડોદ, દડવા, પચ્છેગામ, કંથારીયાના શખસો ભાગવામાં સફળ રહ્યાં
    Next Article
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું:મૃત્યુઆંક 1 હજારને પાર થયો, સૌથી વધુ ચિતવનમાં 321 મૃતદેહ મળ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment