Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી:પત્ની પ્રીતિ અદાણી સાથે ધરમપુર આશ્રમમાં આશીર્વાદ લીધા, સેવાકીય કાર્યો નિહાળ્યા

    1 day ago

    નવરાત્રી દરમિયાન, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનની ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ (SRMD)ની મુલાકાત લીધી. આ દંપતીએ રાકેશજીના આશીર્વાદ લીધા. તેમણે શ્રીમદ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ખાતે ચરણ પ્રક્ષાલન પણ કર્યું. તેમણે રાજ સભા ગૃહ ખાતે સત્સંગમાં ભાગ લીધો અને મિશનના યુવા સભ્યો તથા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. ડૉ. પ્રીતિ અદાણીએ શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વિમેનની મુલાકાત લીધી. તેમણે આદિવાસી મહિલાઓની કૌશલ્ય વિકાસ યોજનાઓ નિહાળી. તેમણે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ખાતે દિવ્યાંગ બાળકોને તબીબી સહાયનું વિતરણ પણ કર્યું. ગૌતમ અદાણીએ મિશનની માનવતાવાદી શાખા 'શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર' (SRLC) સાથે સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી. આમાં અદાણી ફાઉન્ડેશન સાથે વિઝન કેર પહેલ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં નવરાત્રીની ભક્તિમય ઉજવણી:માથે બેડાં લઈને તાલબદ્ધ ગરબે ઘૂમતી મહિલાઓએ સર્જ્યો ભક્તિમય માહોલ
    Next Article
    અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2 કરોડના ગાંજા સાથે બે ઝડપાયા:વિયેતનામથી અમદાવાદ આવતા જ કસ્ટમ વિભાગે દબોચી લીધા, સાત પેકેટમાંથી 2 કિલો 117 ગ્રામ ગાંજો મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment