Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2 કરોડના ગાંજા સાથે બે ઝડપાયા:વિયેતનામથી અમદાવાદ આવતા જ કસ્ટમ વિભાગે દબોચી લીધા, સાત પેકેટમાંથી 2 કિલો 117 ગ્રામ ગાંજો મળ્યો

    1 day ago

    અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોના- ચાંદીના દરદાગીના તથા ગાંજાના જથ્થાંની હેરાફેરી વધતી જાય છે. જો કે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની બાજ નજરના કારણે એક પછી એક કેસો પકડાવા લાગ્યા છે. ગઇકાલે તા. 17મી ઓક્ટોબરના રોજ વિયેતનામના હી ચી મિન્હ સીટીથી આવેલી ફલાઇટમાં મુસાફરી કરીને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવેલાં મુસાફર પાસેથી 2 કિલો 117 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 2 કરોડથી વધુ આંકવામાં આવે છે. મુસાફરની સાથે રીસીવરને પણ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં કસ્ટમ્સ વિભાગને સફળતાં મળી હતી. આ કેસમાં મુસાફર તથા જથ્થો લેવા આવેલાં રીસીવર બંને જણાંની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરીને ગુનાના મૂળ સુધી પહોંચવાની કોશિષ હાથ ધરી છે. હેન્ડ બેગમાંથી 2 કિલો 117 ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાના 7 પેકેટ મળ્યા પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે, અમદાવાદ કસ્ટમ્સના 'એર ઇન્ટેલિજન્સ યુનિટ' (AIU)ના અધિકારીઓએ એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. આ મુસાફર 17મી ઓક્ટોબરના રોજ હો ચી મિન્હ સિટીથી ફ્લાઇટ નંબર VJ-1805 દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર આવી પહોંચ્યો હતો. તેના સામાનની તપાસ દરમિયાન, અધિકારીઓને એક કાળા રંગની હેન્ડ બેગમાંથી સાત વેક્યુમ-સીલ કરેલા પેકેટ મળી આવ્યા, જેમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ હતો. પેકેજિંગ સહિત આ પદાર્થનું કુલ વજન આશરે 2,117 કિલોગ્રામ હતું. જેથી એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી. FSL અમદાવાદના સાયન્ટિફિક ઓફિસર દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં, સાતેય પેકેટમાં ગાંજાના સક્રિય તત્વો હોવાનું જણાયું હતું. વિદેશમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે રિસિવરે વ્યવસ્થા કરી રાખી હતી તપાસ દરમિયાન, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરને લેવા આવેલા વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, તેણે વિદેશમાં રહેતા લોકોના કહેવા પર આરોપી મુસાફરની મુસાફરીની વ્યવસ્થા કરી હતી અને તેને લેવા માટે એરપોર્ટ પર આવ્યો હતો. તપાસ દરમિયાન મળી આવેલા વોટ્સએપ ચેટ્સમાં મુસાફરની મુસાફરી અને સામાનને લગતી વાતચીત જોવા મળી હતી. આ કેસના સંબંધમાં બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ શંકાસ્પદ પ્રતિબંધિત પદાર્થને 'નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ, 1985 (NDPS Act) ની સંબંધિત જોગવાઈઓ હેઠળ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ લોકો કયાંથી ગાંજાનો જથ્થો લાવતાં હતા અને ભારતમાં કોને આપતાં હતા. એટલું જ નહીં પરંતુ કેટલાં સમયથી આ ગુના સાથે તેઓ સંકળાયેલાં છે અને તેમની સાથે બીજા કોણ કોણ સંડોવાયેલા છે વગેરે દિશામાં કસ્ટમ્સના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી:પત્ની પ્રીતિ અદાણી સાથે ધરમપુર આશ્રમમાં આશીર્વાદ લીધા, સેવાકીય કાર્યો નિહાળ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નારનપુરાની રંગસુજલમ સોસાયટીમાં નવરાત્રિના સાતમા દિવસની ઉજવણી કરાઈ, મહિલાઓએ પરંપરાગત પોશાકમાં કર્યો ગરબાનો કાર્યક્રમ, કોર્પોરેટરો પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment