Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ અંબાજી મંદિરમાં વિશેષ મહાહવન યોજાયો:નવરાત્રીના પાવન અવસરે દુર્ગાષ્ટમીએ હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

    20 hours ago

    બોટાદ શહેરના મધ્યમાં આવેલા હજારો વર્ષ જૂના માં અંબાજી માતાના મંદિરમાં નવરાત્રીના પાવન અવસરે દુર્ગાષ્ટમીના દિવસે વિશેષ મહાહવન યોજાયો હતો. બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર અને આહુતિઓથી સમગ્ર વાતાવરણ શુદ્ધ અને દિવ્ય બન્યું હતું. આ મંદિર સમગ્ર પંથક માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. નવરાત્રી દરમિયાન અહીંનો માહોલ ભક્તિમય બની જાય છે. નવે નવ દિવસ માતાજીની વિશેષ પૂજા, આકર્ષક શણગાર, મહાઆરતી અને રાસ-ગરબાનું આયોજન થાય છે. આ પવિત્ર હવનના દર્શન અને પ્રસાદનો લાભ લેવા બોટાદ તેમજ આસપાસમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. સૌએ માતાજી સમક્ષ માથું નમાવી, મા અંબાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. 'જય અંબે' ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    56 વર્ષની ઉંમરે 5મા બાળકનો પિતા બનશે સૈફ અલી ખાન?:કરીના કપૂરે આપ્યો જવાબ, કપિલ શર્મા શોમાં લવ લાઇફને લઈને ખોલ્યા સીક્રેટ, જુઓ વીડિયો
    Next Article
    બોટાદ જૈન સંઘના આંગણે સરસ્વતી મહાપૂજનની ઉજવણી:પંન્યાસ પ્રવર ચારિત્રસેન વિજયજી મ.સા. અને પીયુષપૂર્ણા શ્રીજી મ.સા.ની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment