Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    56 વર્ષની ઉંમરે 5મા બાળકનો પિતા બનશે સૈફ અલી ખાન?:કરીના કપૂરે આપ્યો જવાબ, કપિલ શર્મા શોમાં લવ લાઇફને લઈને ખોલ્યા સીક્રેટ, જુઓ વીડિયો

    20 hours ago

    કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડના પાવર કપલમાં સામેલ છે. વર્ષો બાદ પણ તેમનો સંબંધ અતૂટ છે. સૈફ અને કરીનાએ કોમેડિયન કપિલ શર્માના શોમાં પોતાની લવ લાઇફને લઈને અનેક સીક્રેટ ખોલ્યા. બંનેની સીઝલિંગ કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. શોના નવા પ્રોમો વીડિયોમાં સૈફે કરીનાને લઈને એવું કંઈક કહી દીધું છે, જેને સાંભળીને તમારો દિવસ પણ બની જશે. કરીના-સૈફની જોવા મળી સીઝલિંગ કેમેસ્ટ્રી કપિલે મજાકિયા અંદાજમાં કરીના-સૈફને કહ્યું- તમારા લગ્નને 14 વર્ષ થઈ ગયા છે. સામાન્ય માણસ 14 વર્ષમાં મુરઝાઈ જાય છે. પરંતુ તમે બંને ખૂબ જ ફ્રેશ લાગી રહ્યા છો. આખરે સીક્રેટ શું છે? કપિલના સવાલ પર સૈફ પણ હસતાં હસતાં કહેતા જોવા મળ્યા- આજકાલ અમારા ઘરમાં ઘી ખૂબ આવે છે. કરીનાએ તેના પર કહ્યું- અમારા ઘરમાં ઘીનો ખૂબ ઉપયોગ થાય છે. અમે ખાઈએ છીએ, બાળકો પણ ખાય છે. તેના પર સૈફ બોલ્યા- અમે ઘી માત્ર ખાતા જ નથી, પરંતુ કરીના રાત્રે ઘી પોતાના પગ પર પણ ઘસે છે. પતિ સૈફની આ વાત પર કરીના હસતાં હસતાં કહે છે- તેનાથી રાત્રે ખૂબ સારી ઊંઘ આવે છે. તો પોતાના બેડરૂમનો ઉલ્લેખ કરતાં સૈફ મજાકિયા અંદાજમાં બોલ્યા- કેટલી અદ્ભુત વાત છે કે અમારા બેડરૂમમાં રાત્રે ઢાબા જેવી સુગંધ આવે છે. સૈફે કરીનાને કેટલી વાર પ્રપોઝ કર્યું હતું? કરીનાએ સૈફ અને પોતાની લવ લાઇફ વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે સૈફે તેમને એક વાર નહીં, પરંતુ 3 વાર પ્રપોઝ કર્યું હતું. પોતાની લવ લાઇફ વિશે કરીના બોલી- સૈફે પહેલાં મુંબઈમાં પ્રપોઝ કર્યું હતું, પછી ગ્રીસમાં પ્રપોઝ કર્યું, ત્યારબાદ પેરિસમાં પણ પ્રપોઝ કર્યું હતું, ત્યારે જઈને હું રાજી થઈ હતી. કરીનાની વાત પર સૈફ તેમને ચીડવતાં બોલ્યા- જો તમે મુંબઈમાં જ માની જાત, તો મારા ઘણા પૈસા બચી જાત. કપિલે કરીના અને સૈફ સાથે તેમના નાઇટ રૂટિન વિશે પણ વાત કરી. કપિલે કરીનાને પૂછ્યું- શું સૈફ રાત્રે ઊંઘમાં નસકોરાં બોલાવે છે? તેના પર કરીનાએ હા પાડી. કરીનાનો જવાબ સાંભળીને સૈફે પત્નીને પણ ઘેરી લીધી. સૈફે કહ્યું કે કરીના પણ નસકોરાં બોલાવે છે. એક વાર તેમણે કરીનાના નસકોરાંનો વીડિયો રેકોર્ડ પણ કર્યો હતો. સૈફ મસ્તીભર્યા અંદાજમાં બોલ્યા- મને વિશ્વાસ જ નહોતો આવતો કે આ એ જ કરીના કપૂર છે. સૈફે પિતૃત્વ વિશે શું કહ્યું? કપિલે આગળ સૈફને ચીડવતાં કહ્યું કે સૈફના દરેક ડેકેડમાં એક બાળક છે. કપિલની વાત પર કરીના બોલી- સૈફૂ, તમારા દરેક દસકામાં એક બાળક છે. હવે આગળ શું પ્લાન છે તમારો? સૈફ જવાબ આપે તે પહેલાં જ અર્ચના પુરણ બોલી ઊઠ્યાં- આપણે ટૂંક સમયમાં એક નવા દાયકામાં પ્રવેશવા જઈ રહ્યા છીએ. અર્ચનાએ અહીં સૈફના 5મા બાળકને લઈને ઈશારો કર્યો. પરંતુ કરીના આ વાત પર તરત જ બોલી ઊઠી- હા, પરંતુ મારી સાથે નહીં હોય. આ સાંભળીને સૈફ શરમથી લાલ થઈ ગયા અને બાકીના લોકો હસવા લાગ્યા. સૈફ અને કરીનાએ કપિલ શર્માના શોમાં રોમેન્ટિક ડાન્સ પણ કર્યો. 14 વર્ષ બાદ પણ બંનેનો સંબંધ ખરેખર ખૂબ જ સુંદર છે. --------------------------- આ સમાચાર પણ વાંચો: મુખર્જી પરિવારની દુર્ગા પૂજામાં રણબીર કપૂરે દર્શન કર્યા:પંડાલમાં હર્ષદીપ કૌર સાથે ‘કબીરા’ ગીત ગાયું, જુઓ VIDEO રણબીર કપૂર શનિવારે સાંજે મુખર્જી પરિવારની દુર્ગા પૂજામાં સામેલ થયા. તેઓ મુંબઈના નોર્થ બોમ્બે સાર્વજનિન દુર્ગા પૂજા પંડાલમાં પહોંચ્યા. તેમણે અહીં દેવી દુર્ગાનાં દર્શન કર્યા. રણબીર કપૂરે ગાયિકા હર્ષદીપ કૌર સાથે સ્ટેજ પર ‘કબીરા’ ગીત ગાયું. આ ગીત 2013માં આવેલી તેમની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’નું છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    પેરા એશિયન ગેમ્સ- ઓપનિંગ સેરેમનીમાં પ્રમોદ-સિમરણે તિરંગો લહેરાવ્યો:ભારતના 168 એથ્લેટ્સ લેશે ભાગ, 24 ઑક્ટોબર સુધી ચાલશે રમતો
    Next Article
    બોટાદ અંબાજી મંદિરમાં વિશેષ મહાહવન યોજાયો:નવરાત્રીના પાવન અવસરે દુર્ગાષ્ટમીએ હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment