Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જૈન સંઘના આંગણે સરસ્વતી મહાપૂજનની ઉજવણી:પંન્યાસ પ્રવર ચારિત્રસેન વિજયજી મ.સા. અને પીયુષપૂર્ણા શ્રીજી મ.સા.ની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો

    19 hours ago

    બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના આંગણે શ્રી સરસ્વતી મહાપૂજનનો દિવ્ય કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. 'આદિ કૃપા દિવ્ય ચાતુર્માસ - 2026' અંતર્ગત શ્રી નેમિ ઉદય નંદન વિહાર ખાતે આ પૂજન યોજાયું હતું. આ આયોજન પંન્યાસ પ્રવર ચારિત્રસેન વિજયજી મ.સા. અને પીયુષપૂર્ણા શ્રીજી મ.સા.ની નિશ્રામાં થયું. મુખ્ય લાભાર્થી 'આચાર્ય વિજય લાવણ્ય સૂરી જ્ઞાનમંદિર ટ્રસ્ટ, બોટાદ'ના સહયોગથી આ પૂજનમાં શુદ્ધ મંત્રોચ્ચાર સાથે માતાજીની આરાધના કરાઈ. પૂજાના વસ્ત્રોમાં સજ્જ અનેક ભક્તોએ માતાજીના અભિષેક, આરતી અને ચૂંદડીનો લાભ લીધો. ગુરુ ભગવંતો દ્વારા અભિમંત્રિત શ્રી સરસ્વતી માતાજીની પ્રતિમા અનેક પરિવારોને અર્પણ કરાઈ. સંગીતકાર અપૂર્વભાઈ કામદારના મધુર સ્વરોએ વાતાવરણને વધુ ભક્તિમય બનાવ્યું. પૂજન પછી સૌ ધર્મપ્રેમી ભાઈ-બહેનોએ અલ્પાહારનો લાભ લીધો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ દ્વારા કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    બોટાદ અંબાજી મંદિરમાં વિશેષ મહાહવન યોજાયો:નવરાત્રીના પાવન અવસરે દુર્ગાષ્ટમીએ હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
    Next Article
    વડોદરામાં વરસાદી કાંસમાં પડી જતાં યુવતીનું મોત:દોઢ કલાકની રેસ્ક્યૂ કામગીરી બાદ મૃતદેહ બહાર કઢાયો, સ્થાનિકોએ કહ્યું: કોર્પોરેશનની બેદરકારીના કારણે જ મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment