Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્મીમાં નોકરી ન કરી હોવા છતાં બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા:વડોદરામાં એક્સ આર્મીમેનના બોગસ દસ્તાવેજો બનાવી સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતા બે શખ્સ ઝડપાયા

    1 day ago

    વડોદરામાં ભારતીય સેનામાં ફરજ બજાવી ન હોવા છતાં Ex-Armyના ખોટા પ્રમાણપત્રો અને પેન્શન સંબંધિત દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી સિક્યુરિટી એજન્સીઓમાં નોકરી મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરા શહેર SOGએ બાતમીના આધારે ઉત્તરપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓએ આર્મીના બનાવટી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી સિક્યુરિટી એજન્સીઓના સંચાલકો સાથે છેતરપિંડી આચરી હતી. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ ચાલુ છે. Ex-Armyના બનાવટી દસ્તાવેજો બનાવડાવ્યા વડોદરા SOGને બાતમી મળી હતી કે ગોરવાના પરિશ્રમ પાર્કમાં રહેતો ધીરેન્દ્રસિંગ હરીસિંગ અને બાજવા રોડ પર સિકોતરધામ સોસાયટીમાં રહેતો ભુપેન્દ્રસિંગ શિવકુમારસિંગ એક્સ-આર્મીના ખોટા પ્રમાણપત્રો બનાવી સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે તપાસ હાથ ધરતાં બંને શખ્સોએ ભારતીય સેનામાં ફરજ બજાવી ન હોવા છતાં Ex-Armyના બનાવટી દસ્તાવેજો બનાવડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ખોટા ડોક્યુમેન્ટથી વિવિધ સિક્યુરિટી એજન્સીઓમાં નોકરી કરી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બંને આરોપીઓએ આર્મીની સેવામુક્તિ પુસ્તિકા, સર્વિસ સર્ટિફિકેટ, ડિપેન્ડન્ટ સર્ટિફિકેટ, પેન્શન કાર્ડ અને એક્સ-સર્વિસમેન આઇડેન્ટિટી કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવટી રીતે તૈયાર કરાવ્યા હતા. આ દસ્તાવેજો ખોટા અને બનાવટી હોવાનું જાણતા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિવિધ સિક્યુરિટી એજન્સીઓમાં નોકરી મેળવવામાં આવી હતી. મૂળ ઉત્તર પ્રદેશના બંને શખસમે દબોચી લેવાયા આરોપીઓએ એકબીજાની મદદગારીથી સિક્યુરિટી એજન્સીના સંચાલકો સાથે છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં ધીરેન્દ્રસિંગ હરીસિંગ હાલ ગોરવા વિસ્તારમાં આવેલા પરિશ્રમ પાર્કમાં રહેતો હતો, જ્યારે ભુપેન્દ્રસિંગ શિવકુમારસિંગ ગૌતમ (રાજપુત) બાજવા રોડ પર આવેલી સિકોતરધામ સોસાયટીમાં રહેતો હતો. બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના રહેવાસી છે. આ બનાવટી ડોક્યુમેન્ટ જપ્ત કરાયા SOGએ આરોપી ધીરેન્દ્રસિંગ પાસેથી આર્મીની સેવામુક્તિ પુસ્તિકા, Certificate of Service, Dependant Certificate, Pension Card અને Ex-Serviceman Identity Card સહિતના દસ્તાવેજો કબજે કર્યા છે. જ્યારે બીજા આરોપી ભુપેન્દ્રસિંગ પાસેથી આર્મીની સેવામુક્તિ પુસ્તિકા, Ex-Serviceman Identity Card અને Certificate of Service બુકની ઝેરોક્ષ મળી આવી છે. આ કેસમાં કેપ્ટન સોનવણે સાહેબ (સાગર ઇન્ટેલિજન્સ સિક્યુરિટી સર્વિસિસ, અલકાપુરી, વડોદરા) અને ઉત્તર પ્રદેશના અજયસિંગ ચૌહાણ સહિતના અન્ય વ્યક્તિઓનાં નામ પણ સામે આવ્યાં છે. આ વ્યક્તિઓની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આગિયોલમાં નવરાત્રિની આઠમે પરંપરાગત ઘઢીનો મેળો ભરાયો:મહાકાળી માતાજીના મંદિરે માથે માટલા લઈને શ્રદ્ધાળુઓએ માનતા પૂર્ણ કરી
    Next Article
    મોરબીના રાજમાતા વિજય કુંવરબા પંચમહાભૂતમાં વિલીન:97 વર્ષની વયે મુંબઈમાં નિધન, લશ્કરી સન્માન-રાજવી પરંપરા સાથે અંતિમસંસ્કાર; PM મોદીએ શોક વ્યક્ત કર્યો, ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment