Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગિયોલમાં નવરાત્રિની આઠમે પરંપરાગત ઘઢીનો મેળો ભરાયો:મહાકાળી માતાજીના મંદિરે માથે માટલા લઈને શ્રદ્ધાળુઓએ માનતા પૂર્ણ કરી

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગિયોલ ગામમાં આસો સુદ આઠમના પવિત્ર દિવસે મહાકાળી માતાજીના મંદિરના પટાંગણમાં પરંપરાગત ઘઢી (માટલા)નો મેળો યોજાયો હતો. વર્ષો જૂની ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા આ મેળામાં આગિયોલ ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. નવરાત્રિના પાવન પર્વે યોજાયેલા આ મેળામાં ધાર્મિક આસ્થા અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. માથે માટલા લઈને ખુલ્લા પગે માતાજીના દર્શને પહોંચ્યા ભક્તો આગિયોલ ગામમાં યોજાતા ઘઢીના મેળાનું ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજી પ્રત્યે માનતા રાખે છે. માનતા પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ માથે માટીના ગરબા લઈને ખુલ્લા પગે ચાલીને માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચે છે. આ રીતે માટલા લઈને માનતા પૂર્ણ કરવાની પરંપરા મેળાનું મુખ્ય આકર્ષણ બની રહી હતી. નવરાત્રી ચોકમાં ગરબાના તાલે માતાજીની આરાધના મેળા દરમિયાન મહાકાળી માતાજીના મંદિરના નવરાત્રી ચોકમાં ભક્તિમય માહોલ છવાયો હતો. આસપાસનાં ગામોમાંથી આવેલા ભક્તોએ માતાજીના ગરબા ગાઈને ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી. ગરબાના સૂર અને માતાજીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ખાણીપીણી અને રમકડાંના સ્ટોલથી મેળામાં રોનક ધાર્મિક કાર્યક્રમોની સાથે મેળામાં મનોરંજન અને ખરીદીનો માહોલ પણ જામ્યો હતો. મેળામાં ખાણીપીણીની દુકાનો, બાળકો માટેનાં રમકડાં, ચકરડી, કટલરી સહિતની વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. બાળકોથી લઈને વડીલો સુધીના લોકોએ મેળાની મુલાકાત લઈને આનંદ માણ્યો હતો. આમ, આગિયોલનો પરંપરાગત ઘઢીનો મેળો ધાર્મિક શ્રદ્ધા, લોકસંસ્કૃતિ અને સામાજિક એકતાની પરંપરાને જીવંત રાખતો ઉત્સવ બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 108 પ્રોજેક્ટ રજૂ થયા:55 શાળાઓના વિદ્યાર્થીઓએ ટકાઉ ભારત માટે વિજ્ઞાન-ટેક્નોલોજી પર મોડેલ બનાવ્યા
    Next Article
    આર્મીમાં નોકરી ન કરી હોવા છતાં બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા:વડોદરામાં એક્સ આર્મીમેનના બોગસ દસ્તાવેજો બનાવી સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતા બે શખ્સ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment