Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 108 પ્રોજેક્ટ રજૂ થયા:55 શાળાઓના વિદ્યાર્થીઓએ ટકાઉ ભારત માટે વિજ્ઞાન-ટેક્નોલોજી પર મોડેલ બનાવ્યા

    1 day ago

    ગાંધીનગરના મહાત્મા ગાંધી વિદ્યામંદિર, સેક્ટર-૧૬ ખાતે 15 અને 16 ઓક્ટોબર 2026ના રોજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને મહાત્મા ગાંધી વિદ્યામંદિર, સેક્ટર-16, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કુલ 108 પ્રોજેક્ટમાં 108 શિક્ષકો અને 216 જેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શનમાં સહભાગી બન્યા. 'ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન' આ પ્રદર્શનનો મુખ્ય વિષય હતો. તેના પાંચ પેટા વિષયમાં ગાંધીનગર તાલુકાની 55 શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રદર્શનમાં પસંદ થયેલી કુલ 10 કૃતિઓ આગામી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ નિરીક્ષક શ્રી નીતિનભાઈ પટેલ, ડાયેટના સિનિયર લેક્ચરર સ્મિતા આર. દવે, સર્વ વિદ્યાલય કેળવણી મંડળના એડમિન ઓફિસર શ્રી નરસિંહભાઈ પટેલ, અને શાળાઓના સુપરવાઈઝર શ્રી નટુભાઈ લાડાણી સાહેબ જેવા મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા. આચાર્ય ડૉ. મેહુલકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ગણિત-વિજ્ઞાન શિક્ષકો શ્રીમતિ મૌલીબહેન અને અલ્પાબહેને કાર્યક્રમનું સુંદર સંકલન કર્યું. શાળાના કર્મચારીઓ અને સ્વયંસેવક વિદ્યાર્થીઓએ પણ વ્યવસ્થામાં ખૂબ સહયોગ આપ્યો.
    Click here to Read More
    Previous Article
    GMERS મેડિકલ કોલેજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો:ત્રણ દિવસ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને તણાવમુક્ત જીવનનું માર્ગદર્શન મળ્યું
    Next Article
    આગિયોલમાં નવરાત્રિની આઠમે પરંપરાગત ઘઢીનો મેળો ભરાયો:મહાકાળી માતાજીના મંદિરે માથે માટલા લઈને શ્રદ્ધાળુઓએ માનતા પૂર્ણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment