Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના રાજમાતા વિજય કુંવરબા પંચમહાભૂતમાં વિલીન:97 વર્ષની વયે મુંબઈમાં નિધન, લશ્કરી સન્માન-રાજવી પરંપરા સાથે અંતિમસંસ્કાર; PM મોદીએ શોક વ્યક્ત કર્યો, ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું

    1 day ago

    મોરબીના પ્રજાવત્સલ રાજમાતા વિજયકુંવરબાનું લાંબા સમયની બીમારી અને વયસહજ તકલીફોના કારણે 97 વર્ષની ઉંમરે મુંબઈ સ્થિત નિવાસસ્થાને તા.16 ઓક્ટોબરની મોડી રાત્રે સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના અવસાનથી મોરબીના રાજવી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રાજમાતા વિજયકુંવરબા ધંધુકા પાસે આવેલા રંગપર ગામના રાજવી પરિવારના દીકરી હતા. તેઓ મોરબીના મહારાજા મહેન્દ્રસિંહજીના પત્ની અને મયુરધ્વજસિંહના માતા હતા. શનિવારે મહારાણી સાહેબના પાર્થિવ દેહને મુંબઈથી ચાર્ટર પ્લેન દ્વારા રાજકોટ લાવી, ત્યાંથી મોરબીના ન્યૂ પેલેસ ખાતે લાવવામાં આવ્યો હતો. રવિવારે (18 ઓક્ટોબર) સવારે 8:00 થી 10:00 વાગ્યા સુધી ન્યૂ પેલેસ ખાતે તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ધોળેશ્વર રાજવી સ્મશાનગૃહે અંતિમસંસ્કાર સવારે 10:00 વાગ્યે ન્યૂ પેલેસથી બેન્ડવાજા સાથે નીકળેલી અંતિમયાત્રા એલ.ઈ. કોલેજ, મયુર પુલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબારગઢ, ગ્રીનચોક, નગર દરવાજા અને પરા બજાર થઈ વીસીપરા સ્થિત ધોળેશ્વર રાજવી સ્મશાનગૃહે પહોંચી હતી. રાજવી વાઘજી બાપુ અને લખધીરસિંહજી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમક્રિયા કરવામાં આવી હતી. તેમના ભાણેજ વિશાલબાબા દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી. રાજવી પરિવાર દ્વારા જણાવ્યા મુજબ, રાજમાતા વિજયકુંવરબાનું બેસણું આગામી ગુરુવાર, તા. 22 ઓક્ટોબરના રોજ સવારે 8:00 થી 10:00 વાગ્યા દરમિયાન મોરબીના ન્યૂ પેલેસ ખાતે રાખવામાં આવ્યું છે. શોકનો માહોલ અને નગરજનોની પુષ્પાંજલિ રાજમાતાના નિધનના શોકમાં મોરબી સ્વયંભૂ બંધ રહ્યું હતું. મંત્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટના મહારાજા માંધાતાસિંહ જાડેજા, વિવિધ રાજવી પરંપરાના પ્રતિનિધિઓ, રાજકીય-સામાજિક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો અંતિમ દર્શનમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૂતકાળમાં મોરબીના એક કાર્યક્રમ દરમિયાન રાજમાતા સાથેની પોતાની તસવીર 'X' પર શેર કરીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આર્મીમાં નોકરી ન કરી હોવા છતાં બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા:વડોદરામાં એક્સ આર્મીમેનના બોગસ દસ્તાવેજો બનાવી સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતા બે શખ્સ ઝડપાયા
    Next Article
    આજે રાજકોટ-નર્મદા સહિત 7 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા:ખેલૈયાઓ છેલ્લા નોરતાઓમાં ભીંજાઈ શકે, આવતીકાલે પણ આ શહેરોમાં આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment