Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વલસાડના સરદાર હાઈટ્સમાં નવરાત્રીની ધૂમ, સાતમા નોરતે મા કાળરાત્રિની આરતી સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

    2 days ago

    વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઈટ્સ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સાતમા નોરતે (મહા સપ્તમીના દિવસે) સોસાયટીના પરિસરમાં માઁ અંબાની ભક્તિ અને ગરબાનો માહોલ જામ્યો હતો. સરદાર હાઈટ્સ પરિવાર અને સરદાર હાઈટ્સ એસોસિએશન દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. સાતમા નોરતે ખેલૈયાઓમાં સારો ઉત્સાહ જોવા મળ્યો. સોસાયટીની મહિલાઓ, યુવતીઓ, બાળકો અને યુવાનો ચણિયા-ચોળી, કેડિયું અને કુરતા જેવા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ હતા. ગરબાની શરૂઆત પહેલાં માતાજીની ભક્તિભાવપૂર્વક આરતી કરવામાં આવી. સાતમા નોરતે મા કાળરાત્રિની આરાધના સાથે વાતાવરણમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ઢોલના તાલે અને ગીતો સાથે ખેલૈયાઓએ વિવિધ સ્ટેપ્સ અને દોઢિયા ગરબા રમ્યા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:6 વર્ષની કિયારા દેસાઈ નવરાત્રિના રંગે રંગાઈ, સાતમા નોરતે પરંપરાગત ગરબાથી સૌનું મન મોહ્યું, બોડકદેવમાં ઉત્સાહ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૃંદાવન-6 સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી, AMC ટીમે લીધી મુલાકાત, સ્વચ્છતા અને ગ્રીન નવરાત્રી અભિયાન અંતર્ગત સોસાયટીની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા અધિકારીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment