Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૃંદાવન-6 સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી, AMC ટીમે લીધી મુલાકાત, સ્વચ્છતા અને ગ્રીન નવરાત્રી અભિયાન અંતર્ગત સોસાયટીની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા અધિકારીઓ

    2 days ago

    વૃંદાવન-6 બંગ્લોઝ, ન્યુ સાયન્સ સિટી, સોલામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. આજે સાતમા દિવસની શરૂઆત અંબે માની આરતી સાથે થઈ હતી. મહિલાઓ, બાળકો, પુરુષો અને વડીલોએ રાસ-ગરબાનો આનંદ માણ્યો હતો. સોસાયટીના બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. તેઓએ નવા ગીતો અને ડાન્સ સાથે ગરબાની મજા માણી અને રીલ પણ બનાવી. આ વખતે સોસાયટીએ AMCની સ્વચ્છતા અને ગ્રીન નવરાત્રી સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બે દિવસ પહેલા AMC વોર્ડના PHO અને તેમની ટીમે બહારથી સોસાયટીની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. તેમણે નિયમો મુજબ ચકાસણી કરી અને સોસાયટીની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા. આજે તેમણે ફોન પર જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. ગ્રીન નવરાત્રીના ભાગરૂપે, સોસાયટીના સભ્યો છેલ્લા સાત દિવસથી નાસ્તા માટે ઘરેથી વાસણ અને પાણી લાવે છે. સિક્યુરિટી કમલ શુકલા અને ફૂડ કમિટીના સભ્યો દરરોજ ચા અને નાસ્તો પીરસે છે. મહિલાઓ અને બાળકોએ પર્યાવરણને નુકસાન ન થાય તેવી વસ્તુઓથી માતાજીના પરિસરને સજાવ્યું છે. સોસાયટીના સેક્રેટરી વિપુલભાઈ પટેલ માઇક અને પોસ્ટરો દ્વારા સ્વચ્છતા અને ગ્રીન નવરાત્રી અભિયાન વિશે દરરોજ જાણકારી આપે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વલસાડના સરદાર હાઈટ્સમાં નવરાત્રીની ધૂમ, સાતમા નોરતે મા કાળરાત્રિની આરતી સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી
    Next Article
    અંધારું, વરસાદ અને લાઉડસ્પીકરે લીધો 19 લોકોનો ભોગ:કોલકાતામાં આયોજકો સહિત 12ની અટકાયત; અમિત શાહ આજે ઘાયલોને મળવા મેડિકલ કોલેજ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment