Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુ પૂર્ણિમાએ ગુરુ બન્યો 'હેવાન':સુરતમાં ઓપન હાર્ટ સર્જરી થયેલા 6 વર્ષના માસૂમને સોટીથી માર માર્યો, કપડાં બદલતા વાંસા પર નિશાન-થીજી ગયેલું લોહી જોઈ માતા સ્તબ્ધ

    2 days ago

    સુરતના ઉધના સ્થિત ભાઠેના વિસ્તારની ખુદીરામ બોઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 42માં એક અત્યંત શરમજનક અને કરુણ ઘટના સામે આવી છે. અહીં બાળવાટિકામાં અભ્યાસ કરતા 6 વર્ષના માસૂમ બાળકને વર્ગખંડના શિક્ષકે અમાનુષી રીતે સોટી વડે ઢોર માર માર્યો છે. આ માસૂમ બાળકની ભૂતકાળમાં ઓપન હાર્ટ સર્જરી થયેલી છે અને તેને ખેંચ-તણાવની બીમારી હોવાથી તેનો માનસિક વિકાસ અન્ય બાળકો કરતાં ધીમો છે. બાળકની આ સ્થિતિ અંગે પરિવારજનોએ શાળાના આચાર્ય અને શિક્ષકોને પહેલેથી જ જાણ કરી હતી. છતાં, શિક્ષકે બાળક પર જરાય દયા દાખવ્યા વગર તેને સોટીથી કૂરતાપૂર્વક ફટકાર્યો, જેના કારણે તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન પડી ગયા છે. કપડાં બદલતા જ વાંસા પર સોટીના નિશાન અને થીજી ગયેલું લોહી ઘરે પહોંચ્યા બાદ માસૂમ બાળક અસહ્ય દુખાવાના કારણે સતત રડી રહ્યો હતો. વાલીને શરૂઆતમાં એવું લાગ્યું કે બાળક શાળાએ ન જવાના બહાના બનાવી રહ્યો હશે, પરંતુ જ્યારે બાળકના કપડાં બદલવામાં આવ્યા ત્યારે પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બાળકની પીઠ, વાંસો, છાતીનો આગળનો ભાગ અને ગળાના પાછળના ભાગે સોટીના કાળામેશ નિશાન પડી ગયા હતા અને ચામડી પર લોહી થીજી ગયું હતું. માસૂમ બે કલાક સુધી સતત દર્દથી તરફડતો રહેતા પરિવારે તેને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. માસૂમની સ્થિતિ જોઈને સિવિલના તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. શિક્ષકો રજા પર છે, કાલે આવજો: આચાર્ય આ કરુણ બનાવ બાદ આક્રોશિત પરિવારે તુરંત શાળાએ પહોંચી આચાર્ય સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો અને બાળક સાથે આટલી હદ સુધીની ક્રૂરતા દાખવનાર શિક્ષક સામે પગલાં ભરવા માગ કરી હતી, પરંતુ શાળાના આચાર્યએ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા અત્યંત બેજવાબદાર અને ઉડાવ જવાબ આપ્યો હતો. આચાર્યએ જણાવ્યું કે, ‘અત્યારે તો શાળા સમય પૂરો થઈ ગયો હોવાથી તમામ શિક્ષકો ઘરે જતાં રહ્યા છે. હાલમાં મુખ્ય શિક્ષક રજા પર હોવાથી એક જ શિક્ષક ત્રણ-ત્રણ વર્ગખંડો સંભાળી રહ્યા છે, જેથી તમે આવતીકાલે શિક્ષક આવે ત્યારે વાતો કરજો.’ આચાર્યના આવા સંવેદનાહીન વલણથી પીડિત પરિવારમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. બીજા ક્લાસમાં જતાં બાળકની પિટાઈ કરી ઘટનાની જાણકારી મળતાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ શાળાના આચાર્ય સાથે વાતચીત કરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ચેરમેનના જણાવ્યા અનુસાર, મૂળ બાળવાટિકાના શિક્ષક ટ્રેનિંગમાં ગયા હોવાથી સાથી શિક્ષક વર્ગખંડ સંભાળતા હતા. 6 વર્ષનો આ માસૂમ બાળક શાળા ક્રમાંક 190માંથી વારંવાર ઉઠીને શાળા ક્રમાંક 42ની બાળવાટિકાના રૂમમાં જતો રહેતો હતો. શિક્ષક તેને બે-ત્રણ વાર પકડીને પરત લાવ્યા હતા, પરંતુ બાળક ન માનતા ઉશ્કેરાયેલા શિક્ષકે સંયમ ગુમાવીને તેને સોટીથી ઢોર માર માર્યો હતો. ચેરમેને તપાસ કમિટી બનાવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ઘટનાની ગંભીર નોંધ લેતા જણાવ્યું છે કે, શાળામાં બાળકો પર કોઈ પણ પ્રકારનો શારીરિક ત્રાસ કે માર મારવો ચલાવી લેવાય નહીં. તપાસ રિપોર્ટ આવ્યા બાદ માસૂમ હાર્ટ પેશન્ટ બાળક સાથે આવી નિર્દયતા દાખવનાર દોષિત શિક્ષક સામે શિક્ષાત્મક અને કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે. બીજી તરફ પીડિત પરિવારે પણ બાળકને ન્યાય મળે અને આવા હિંસક શિક્ષક સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી ઉગ્ર માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુરુપૂર્ણિમાએ દ્વારકાધીશ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું:દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ કર્યા ભવ્ય દર્શન
    Next Article
    સુરતના ‘નક્ષત્ર સેફ વોલ્ટ’માંથી 3.50 કરોડનની જ્વેલરી ચોરીની ઇનસાઇડ સ્ટોરી:ચાવી બનાવનારને એક લોકર તોડવાના રૂ.1,200 આપતા, ગૂગલ જેમિનીથી CCTV ડિલીટ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment