Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંકલનમાં ભાજપના જ ધારાસભ્યે અધિકારીઓને આડે હાથ લીધા:સ્મશાનના ખાનગીકરણથી પાલિકાને નુકસાન, સંસ્થાઓ પાસે કામ કરાવો

    1 day ago

    પાલિકાની સંકલનની બેઠકમાં શહેરમાં સ્મશાનની કામગીરીના ખાનગીકરણ અને વિવિધ વિકાસકામો અટકી પડવાના મુદ્દે ભાજપના જ આગેવાનોએ પાલિકાના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. માંજલપુરના ધારાસભ્યે આરોપ લગાવ્યો કે, જે સ્મશાનો પહેલાં ટ્રસ્ટો અને સંસ્થાઓ દ્વારા રૂ. 600થી 800 જેવા ખર્ચે કે નિઃશુલ્ક ચલાવાતા હતા, તેને પાલિકાએ હસ્તક લઈ કોન્ટ્રાક્ટરોને સોંપ્યા છે. આ કામગીરી પરત લઈ લેવા તેમણે સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, એક મૃતદેહ પાછળ રૂ. 7500નો ખર્ચ પાલિકા પર આવે છે. સ્મશાનમાં અપાતી અંતિમવિધિની કિટોમાં પણ ભ્રષ્ટાચાર અને આર્થિક ગડબડ હોવાની આશંકા વ્યક્ત કરીને તપાસની માગણી કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આવા સ્મશાનના કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને જૂની સેવાભાવી સંસ્થાઓને જ આ કામગીરી સોંપવામાં આવે. આ સિવાય બેઠકમાં તરસાલી શાક માર્કેટ, વડસર બ્રિજ અને અધૂરા રોડ-રસ્તાઓના મુદ્દે પણ અધિકારીઓની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. તમામ સ્મશાનમાં બંધ ગેસ ચિતાઓનું એકસાથે ટેન્ડરિંગ કરી ફરી ચાલુ કરાવો સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ગોરવા સહિત સ્મશાનોમાં બંધ ગેસ ચિતાઓને પુનઃ શરૂ કરવા કમિશનરને રજૂઆત કરી છે. અટલ બ્રિજ પરથી ઉતરતા સાંકડા 2-લેન પંડ્યા બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા નિવારવા બ્રિજનો સરવે કરી નવી ડિઝાઇન તૈયાર કરવા માગ કરી છે. વુડા વિસ્તારમાં પાણી જોડાણના ચાર્જમાં રાહત આપો, ગંગાનગરમાં સાઇકલ ટ્રેક બનાવો વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વેમાલી અને જયસિંગપુરામાં પાણીના કનેક્શન અને ડ્રેનેજ અંગે રજૂઆત કરી હતી. ગંગાનગરમાં સાયકલ ટ્રેક, વુડા વિસ્તારમાં પાણી કનેક્શનના ચાર્જમાં રાહત આપવા માગ કરી હતી. ખાતમુહૂર્ત બાદ પણ 30 મીટરના રોડનું કામ શરૂ ન થતાં ડભોઇના ધારાસભ્યની રજૂઆત ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કલાલીમાં વરસાદી પાણીના નિકાલ, નવી ટાંકી, ભાયલીમાં ડ્રેનેજ જોડવાની માંગ કરી હતી. મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યા બાદ 30 મીટરના રસ્તાનું કામ શરૂ ન થતાં રોષ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:કટ્ટરવાદથી પ્રભાવિત, દેશવિરોધી વિચારધારા તરફ જતા શહેરના 13 શખ્સો ઓળખાયા, 10નું કાઉન્સેલિંગ કરાયું
    Next Article
    ગાંજો આપનાર વોન્ટેડ‎:ગણદેવીના દેસાડ નાકા પાસેથી રિક્ષામાં 23.81 ગ્રામ ગાંજા સાથે ચાલક ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment