Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:કટ્ટરવાદથી પ્રભાવિત, દેશવિરોધી વિચારધારા તરફ જતા શહેરના 13 શખ્સો ઓળખાયા, 10નું કાઉન્સેલિંગ કરાયું

    1 day ago

    સોશિયલ મીડિયામાં કટ્ટરવાદ તરફ દોરાતા લોકોને સાચા માર્ગે વાળવા વડોદરા શહેર પોલીસે મહિના અગાઉ ‘એન્ટી રેડિકલાઇઝેશન સેલ’ની રચના કરી છે. પોલીસ સુત્રો અનુસાર, વિવિધ જિલ્લામાં ટીમો બની છે. ટીમે મોનિટરિંગ હાથ ધર્યું હતું. એક મહિનામાં શહેરમાંથી કટ્ટરવાદથી પ્રભાવિત 13 લોકોની ઓળખ કરી હતી, જે પૈકી 10નું પોલીસે કાઉન્સેલિંગકરી તેમને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાનું કાર્ય કર્યું હતું. વડોદરા સેલે વિવિધ સોર્સિસ મારફતે નેટવર્ક ઊભું કર્યું છે અને કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત લોકોની ઓળખ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ વ્યક્તિ ભડકાઉ ભાષણ આપે, કટ્ટરપંથી પ્રચાર કરે, સમાજ, જાતિ કે ધર્મની લાગણી દુભાવવાનો પ્રયાસ કરે અથવા દેશવિરોધી પ્રવૃત્તિ આચરે તો ટીમ તાત્કાલિક હરકતમાં આવી તેની તપાસ શરૂ કરે છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, શહેરમાં કટ્ટરવાદી વિચારધારાને ડામવા નવી ટીમ કાર્યરત થઈ છે. ગેરમાર્ગે દોરાયેલા લોકોને શોધી તેમનું કાઉન્સિલિંગ કરી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે. પડદા પાછળના સૂત્રધારોની તપાસ, રાષ્ટ્રીય સુરક્ષા કે ગંભીર કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાશે સેલ માત્ર શંકાસ્પદ વ્યક્તિઓનું કાઉન્સિલિંગ કરીને અટકતું નથી, પરંતુ તેમની પાછળ કોણ-કોણ અન્ય વ્યક્તિ સક્રિય છે અને કટ્ટરવાદી વિચારધારા ક્યાંથી પ્રેરિત છે તેની પણ ઊંડી તપાસ કરે છે. જો તપાસ દરમિયાન કોઈ કિસ્સો રાષ્ટ્રીય સુરક્ષા કે તેથી વધુ ગંભીર કક્ષાનો જણાય, તો તુરંત જ અન્ય વિશેષ તપાસ એજન્સીઓને તેની વિગતો સોંપવામાં આવે છે. નવી એન્ટી નાર્કોટિક્સ વિંગ બનાવાઈ, ડ્રગ્સના કેસ કરશે વડોદરામાં ચાલતા નશાના કાળા કારોબાર ઉપર લગામ કસવા માટે નવી એન્ટી નાર્કોટિક્સ વિંગ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. એસઓજી અને એએનટીએફ બાદ આ ટીમ માત્ર ડ્રગ્સ નેટવર્ક પર જ નજર રાખશે. આ વિંગમાં એક પીઆઈ, એક પીએસઆઈ તથા 4 જવાનો છે જે શહેરભરમાં કાર્યવાહી કરશે એન્ટિ રેડિકલાઇઝેશન સેલમાં 7 કર્મીની ટીમ બની ટીમના ખાસ નોડલ અધિકારી તરીકે સભ્યોની સાથે એસીપી કક્ષાના અધિકારીને રાખવામાં આવ્યા છે. •પીઆઇ: 1 • પીએસઆઇ: 1 • કોન્સ્ટેબલ: 4 • મહિલા પોલીસકર્મી: 1 • સાયબર એક્સપર્ટ: 1 એન્ટી રેડિકલાઇઝેશન સેલની મુખ્ય કાર્યપદ્ધતિ સાયબર મોનિટરિંગટીમમાં સામેલ સાયબર એક્સપર્ટ્સ સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પ્રોફાઇલ, પોસ્ટ્સ અને ગ્રૂપ્સ પર સતત વોચ રાખે છે. બેકવર્ડ લિંકેજ તપાસ શંકાસ્પદ વ્યક્તિઓ કોના સંપર્કમાં છે અને તેમને મદદ કે પ્રેરણા આપનારા સ્ત્રોત કયા છે તેની કડીઓ મેળવાય છે. માનસિક પરિવર્તન ખોટા માર્ગે વળી ગયેલા યુવાનોની વિચારધારા બદલી તેમને સાચા માર્ગે વાળવા પ્રોફેશનલ કાઉન્સિલિંગ અપાય છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માતની ભીતિ:10 દિવસમાં 67 લારી કબજે, વલસાડ શહેરમાં ફટાકડાની લારીથી રસ્તા ઉભરાતા ટ્રાફિક જામ
    Next Article
    સંકલનમાં ભાજપના જ ધારાસભ્યે અધિકારીઓને આડે હાથ લીધા:સ્મશાનના ખાનગીકરણથી પાલિકાને નુકસાન, સંસ્થાઓ પાસે કામ કરાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment