Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતની ભીતિ:10 દિવસમાં 67 લારી કબજે, વલસાડ શહેરમાં ફટાકડાની લારીથી રસ્તા ઉભરાતા ટ્રાફિક જામ

    1 day ago

    દિવાળી-દશેરા પહેલા વલસાડ શહેર સહિત જિલ્લામાં જાહેર રસ્તા પર ફટાકડાની લારીઓનો રાફડો ફાટ્યો છે. શહેરના ત્રણ રસ્તા, ધોબી તળાવ, હાલર રોડ, સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફટાકડા સામગ્રીનું ટેબલ-લારી ગોઠવીને ખુલ્લેઆમ વેચાણ થતાં ટ્રાફિક જામ અને અકસ્માતની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. આ મામલે વલસાડ નગરપાલિકાની કાર્યવાહી છતાં લારીની સમસ્યા જટિલ બની રહી છે. છેલ્લા 10 દિવસમાં ફટાકડા, ફ્રુટ, શાકભાજી સહિતની કુલ 67 જેટલી લારીઓ કબજે કરતા લારીવાળાઓમાં ફફડાટ ફેલાયો છે. પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ભર બજારમાં આતશબાજીની સામગ્રી સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક, હાલર રોડ, ગૌરવ પથ ઉપર રોડને લાગૂ અને ત્રણ રસ્તા, ચાર રસ્તા, રસ્તાના છેડે લારી, ટેબલો ગોઠવી દેવામાં આવે છે. જાહેર રોડ પર વેચાણ કરવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, સાથે ફાયર સેફટીનો પણ મોટો ખતરો ઉભો થયો છે. રોડ પર લારી કેમ ન લગાવાઇ‎ GR માં સ્પષ્ટ મનાઇ મુજબ મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોમાં‎જાહેર રોડ પર વેચવા પર પ્રતિબંધ અંતરના નિયમો: હોસ્પિટલ,‎સ્કૂલ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપથી 100 મીટરની અંદર વેચાણ‎નહીં. દુકાનનું માળખું: દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર હોવી જોઈએ,‎બેઝમેન્ટમાં નહીં, ફાયર એક્સ્ટીન્ગ્યુશર, પાણી અને રેતીની‎વ્યવસ્થા ફરજિયાત છે. ફૂટપાથ કે રહેણાંક વિસ્તારમાં વેચાણ નહિ‎ પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો વલસાડમાં દિવાળી દશેરા પહેલાં જ શહેરમાં ઠેર ઠેર ફટકાડાની લારીઓનો ઠઠારો જોતાં શહેરમાં નવરાત્રિ દશેરાના તહેવારના દિવસોમાં ટ્રાફિક જામ અને આગની અકસ્માતની ઘટનાની ભીતિને લઇ પાલિકા તંત્રની વ્યવસ્થા સામે પ્રશ્ન ઉભો થયો હતો.જેના પગલે પાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા સમક્ષ આ બાબત ધ્યાને આવી હતી.સીઓએ તાત્કાલિક આ બાબતે બાંધકામ વિભાગને જાહેર રસ્તા પર લારીઓ કબજે કરવાની કાર્યવાહીની સૂચના આપતાં મહેશ ચૌહાણ મુન્ના ટીમ દ્વારા ટ્રેકટરો સાથે રોડ પરથી લારીઓ કબજે કરવાની ઝુંબેશનો આગળ ધપી રહી છે. ફટાકડા વેચાણનો સરકારી GR શું કહે છે? આ નિયમ વિના વેચાણ ગેરકાયદે:- 1. લાયસન્સ ફરજિયાત: Explosives Act 1884 અને Explosives Rules 2008 મુજબ PESO (પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઈઝેશન) નું લાયસન્સ વિના ફટાકડા વેચી શકાય નહીં. 2. ત્રિપલ NOC : ગુજરાત સરકારના હોમ વિભાગના પરિપત્ર મુજબ પોલીસ NOC + ફાયર વિભાગનું NOC + મ્યુનિસિપલ ટ્રેડ લાયસન્સ ત્રણેય ફરજિયાત છે. હાલ આ જવાબદારી ફરી ફાયર વિભાગને સોંપાઈ છે. 3. સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન: માત્ર ગ્રીન ફટાકડા જ વેચી શકાય, જોડીવાળી લાર (લડી) પર બેન, ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ.હંગામી ધોરણે ફટાકડા વેચવા માટે સ્થાનિક પોલીસ કમિશનર અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેક્ટર/મામલતદાર) પાસેથી Form LE-5 હેઠળ પૂર્વ મંજૂરી અને લાયસન્સ મેળવવું ફરજિયાત છે. પરવાનો માત્ર મંજૂર કરાયેલી તારીખો અને સમયગાળા (સામાન્ય રીતે દિવાળીના તહેવાર પૂરતો) માટે જ માન્ય રહે છે. લાયસન્સમાં દર્શાવેલી મર્યાદા (સામાન્ય રીતે ૫૦ કિગ્રા થી ૫૦૦ કિગ્રા સુધી, મંજૂરી મુજબ) કરતાં વધુ ફટાકડાનો સ્ટોક કરી શકાતો નથી.
    Click here to Read More
    Previous Article
    સરકારની લીલીઝંડી:વલસાડ કાંઠા દાંતી-કકવાડીના માછીમારોથી લઈને ગુંદલાવ GIDC સુધી કનેક્ટિવિટીના 27 રોડ બનશે
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:કટ્ટરવાદથી પ્રભાવિત, દેશવિરોધી વિચારધારા તરફ જતા શહેરના 13 શખ્સો ઓળખાયા, 10નું કાઉન્સેલિંગ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment