Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારની લીલીઝંડી:વલસાડ કાંઠા દાંતી-કકવાડીના માછીમારોથી લઈને ગુંદલાવ GIDC સુધી કનેક્ટિવિટીના 27 રોડ બનશે

    1 day ago

    વલસાડ તાલુકાના કાંઠા અને જીઆઇડીસી સાતગે ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી અને વિકાસને વેગ આપવા રાજ્ય સરકારના અભિગમના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલની રજૂઆતોને ધ્યાને લઇ કુલ રૂ. 24.65 કરોડના ખર્ચે 27 રસ્તાઓ બે તબક્કામાં દશેરા પહેલા શરુ કરવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ પ્રથમ તબક્કામાં 13.30 કરોડના 13 કામો અને બીજા તબક્કામાં 11.35 કરોડના 14 કામોનું ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. દશેરા પહેલા કામો શરૂ કરવાની કવાયત છે. આ સાથે જ 18 અને 19 ઓક્ટોબરના રોજ આ કામોના ખાતમુહૂર્તવિધિ હાથ ધરવા દોડધામ શરૂ થઇ છે. બીજા તબક્કાના 14 કામો,રૂ. 11.35 કરોડ‎ ગુંદલાવ: પ્રાથમિક શાળા લોકાર્પણ (42 લાખ), આશા તલાવ ફળીયાથી નવી જીઆઈડીસી (60 લાખ), મુખ્ય ખેપરગામ રોડથી ઉજ્જવલ નગર તરફ નવી જીઆઈડીસી (53 લાખ), મુ. રસ્તાથી તલાવ પર થઈ ભંડારવાડા તરફ જતો રસ્તો (152 લાખ), જીઆઈડીસી ડેમોશા કંપની મુખ્ય રસ્તાથી આહિરવાસ તરફ જતો રસ્તો (33 લાખ) ધમડાચી: પીટરૂડિયા જોઈનીંગ વૈષ્ણવદેવી રોડ (75 લાખ) સરોણ: મુખ્ય રસ્તાથી હળપતિ રોહિતવાસને જોડતો રસ્તો (66 લાખ) . હિંગરાજ: રોકડીયા હનુમાનજી મંદિર રોડ (150 લાખ), ભદેલી જગાલાલા મચ્છી માર્કેટથી વિમલભાઈના ધર તરફ (100 લાખ), સિમેન ફળિયા રમજુ છાનીયાભાઈના ઘરથી શુભાષ નગર તરફ જતો રસ્તો (64 લાખ) ભદેલી જગાલાલા: બાવરી ફળિયા, કિર્તીભાઈના ઘર, તાડીયા ફળિયા, શેરી પરિવાર, સ્વામીનારાયણ શેરી, જેગામાયા શેરી અને મીઠું વાડી તરફ જતો રસ્તો (80 લાખ), ગુરવુડ ફળિયા થી કોસ્ટલ હાઈવે તરફ તથા હિંગરાજ રોડ ફળિયાથી છરવાડા ફાટક સુધી (48 લાખ) . દિવેદ: મુખ્ય રસ્તાથી ઈલા નગર અને ગાયત્રી નગરનો રસ્તો (60 લાખ), દેસાઈ વાડથી હળપતિવાસથી રેલ્વે ફાટક સુધીનો રસ્તો (62 લાખ) કાંઠા સાથે નાના ઉદ્યોગ એકમ વિસ્તારોની કનેક્ટિવિટી કાંઠાના ગામો અને પૂર્વમાં નાની જીઆઇડીસીમાં રોજીરોટી કમાતા અને એકમો સુધી રસ્તાની કનેક્ટિવિટીની પણ ધ્યાને રખાઇ છે. આ યોજનામાં દરિયા કાંઠાના દાંતી-કકવાડી-ભદેલી જગાલાલાના માછીમારો માટે રૂ. 5 કરોડનો ખાસ રોડ અને મચ્છી માર્કેટ રોડ, તો બીજી તરફ ગુંદલાવની નવી GIDC ને જોડતા 5 જેટલા રસ્તાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાગડાવડા, મગોદ, નનકવાડા, ધમડાચી, સરોણ, હિંગરાજ અને દિવેદ ગામના આંતરિક ફળિયા, હળપતિવાસ, રોહિતવાસને મુખ્ય રસ્તા સાથે જોડવામાં આવશે. પ્રથમ તબક્કાના મંજૂર રસ્તાઓના 13.30 કરોડના 13 કામોમાં મુખ્ય દાંતી: સ્મશાન તરફ જતો રસ્તો (40 લાખ), મુ. રસ્તાથી સ્કૂલ ફળીયા થઈ આંબામાતા ફળીયા થઈ ગ્રામ પંચાયત થઈ સસ્તા અનાજની દુકાન સુધીનો રસ્તો (100 લાખ), પ્રાથમિક શાળાથી અંબાજી નગરથી સોનામાતા ફળીયાનો રસ્તો (60 લાખ), કરડિયા મુ. રસ્તાથી મોહનભાઈ છોટુભાઈની વાડી થઈ જે પટેલ ફળીયા તરફ જતો રસ્તો (72 લાખ) કકવાડી: જૈલા ફળીયા મીઢાના અગર થઈ મેઢીયા ફળીયાના મુ. રસ્તાને જોડતો રસ્તો (60 લાખ), આંગણવાડી લોકાર્પણ (24+24 લાખ) દાંતી-કકવાડી માછીમાર માટેનો રોડ (500 લાખ સૌથી મોટું કામ) . ભાગડાવડા પાલીહિલ ફળીયા રોડ (90 લાખ), મગોદ નવી નગરી હળપતિવાસ, રોહિતવાસને જોડતો રસ્તો (50 લાખ), મુખ્ય રોડ થી રતુભાઈની દુકાન થી સિવિલ રોડને જોડતો રસ્તો (100 લાખ) . નનકવાડા: ખારીયા ફળીયા રોડ (80 લાખ), પશુપતિનાથ સોસાયટી રોડ (35 લાખ), આદિવાસ થી ટેલી પ્લોટ અને નનકવાડા વજીફા ફળીયા થી નગરપાલિકાની હદ સુધીનો રોડ (95 લાખ)
    Click here to Read More
    Previous Article
    ભીનાર પાસે કાર ઝાડ સાથે ભટકાઈ:લસણપોરના યુવકનું મોત, ચાલકને ઈજા
    Next Article
    અકસ્માતની ભીતિ:10 દિવસમાં 67 લારી કબજે, વલસાડ શહેરમાં ફટાકડાની લારીથી રસ્તા ઉભરાતા ટ્રાફિક જામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment