Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીનાર પાસે કાર ઝાડ સાથે ભટકાઈ:લસણપોરના યુવકનું મોત, ચાલકને ઈજા

    1 day ago

    વાંસદા-ચીખલી રોડ પર ભીનાર ગામે માં કૃપા શાકભાજીની દુકાનથી થોડે આગળ શુક્રવારના રોજ સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ચાલકને ઈજા પહોંચી હતી. આ બનાવની વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વાંસદા તાલુકાના ભીનાર ગામના વાંસદા-ચીખલી રોડ પર 16 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં અલ્ટો કાર (નં. GJ-26-A-9936) ગફલતભરી રીતે હંકારતા ભીનાર ગામે રોડની બાજુમાં આવેલા જંગલી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કાર ચાલક પાર્થકુમાર ચેતનભાઈ પટેલ (રહે. લસણપોર, પટેલ ફળિયું, તા. અંબિકા, જિ. સુરત)ને ઈજા થઈ હતી અને તેમની બાજુની સીટ પર બેસેલા મીતકુમાર જયંતિભાઈ પટેલ (ઉ.વ. 23, રહે. લસણપોર)ને માથાના ભાગે તથા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના સ્થળેથી કોઈકે અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત મીતકુમારને ખાનગી વાહનમાં વાંસદા કોટેજ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત ચાલક પાર્થકુમારને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નવસારી નિરાલી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના સગા મહેશભાઈ પટેલ (રહે. લસણપોર, પટેલ ફળિયા)એ વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાલક પાર્થકુમાર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    8 વર્ષની યાદગાર સફર તસવીરોના માધ્યમથી રજૂ કરાઈ‎:31 ઓક્ટોબરે એસઓયુ ખાતે ભવ્ય ઉજવણી, આ વર્ષે 25 હજાર લોકો રાષ્ટ્રીય પર્વના સાક્ષી બનશે
    Next Article
    સરકારની લીલીઝંડી:વલસાડ કાંઠા દાંતી-કકવાડીના માછીમારોથી લઈને ગુંદલાવ GIDC સુધી કનેક્ટિવિટીના 27 રોડ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment