Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 વર્ષની યાદગાર સફર તસવીરોના માધ્યમથી રજૂ કરાઈ‎:31 ઓક્ટોબરે એસઓયુ ખાતે ભવ્ય ઉજવણી, આ વર્ષે 25 હજાર લોકો રાષ્ટ્રીય પર્વના સાક્ષી બનશે

    1 day ago

    નવરાત્રિના આઠમા નોરતાના પાવન અવસરે એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતી રાષ્ટ્રીય એકતા દિવસની આઠ વર્ષની યાદગાર સફર તસવીરોના માધ્યમથી ફરી જીવંત બની છે. પરંતુ દેશની એકતા, અખંડિતતા અને સામૂહિક સંકલ્પની ભાવનાનું પ્રતીક છે. ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 31 ઓક્ટોબરે ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસની વર્ષ 2018થી 2025 સુધીની તસવીરો ઐતિહાસિક પળોને કાયમી સંભારણાંમાં જાળવી રાખે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિ, અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલિ, સુરક્ષા દળોની શિસ્તબદ્ધ એકતા પરેડ અને મંત્રમુગ્ધ કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓની તસવીરો આ આઠ વર્ષની સફરનો ઐતિહાસિક દસ્તાવેજ બન્યો છે. આ અદભુત તસવીરો માત્ર ઉજવણીની ઝલક નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને સામૂહિક સંકલ્પની ભાવનાનું પ્રતીક છે. ઉજવણીમાં આશરે 25 હજાર લોકો સહભાગી બનશે આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં આશરે 25 હજાર લોકો સહભાગી બનશે. રાષ્ટ્રગૌરવ સમાન આ કાર્યક્રમમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોના આશરે 10 હજાર જવાનોની ભવ્ય પરેડ યોજાશે, જ્યારે દેશનાં વિવિધ રાજ્યોમાંથી આવેલા આશરે 4700 કલાકારો સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ભારતની ‘એકતામાં વિવિધતા’ની ભવ્ય ઝાંખી રજૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    ડીડીઓની લાલ આંખ:મોટી શેરડીમાં ગેરકાયદે માટી ખનન પ્રકરણમાં સરપંચ સસ્પેન્ડ
    Next Article
    ભીનાર પાસે કાર ઝાડ સાથે ભટકાઈ:લસણપોરના યુવકનું મોત, ચાલકને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment