Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ જશુભાઇ રાઠવાની જાહેરાત:છોટાઉદેપુરમાં વર્ષોથી બંધ થઈ ગયેલો ઐતિહાસિક દશેરાનો મેળો પુનઃ શરૂ થશે

    16 hours ago

    છોટાઉદેપુર નગરના નાગરિકો અને આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો માટે એક અત્યંત આનંદ અને ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુરમાં ભૂતકાળમાં પરંપરાગત રીતે યોજાતો પરંતુ વર્ષોથી બંધ થઈ ગયેલો લોકપ્રિય ‘દશેરાનો મેળો’ આ વર્ષથી પુનઃ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવી છે. છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની વર્ષો જૂની માંગણી અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી આ મેળો પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 20 ઓક્ટોબર 2026ના રોજ છોટાઉદેપુર નગરમાં દશેરાના પાવન પર્વે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. સાંસદે વધુમાં ઉમેર્યું હતું કે, મેળાના સફળ અને સુચારુ આયોજન માટે તેમણે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજીને વિસ્તૃત ચર્ચાઓ કરી છે. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, વીજળી, અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર સાથે મળીને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ મેળો પુનઃ શરૂ થવાની જાહેરાત થતાં જ સમગ્ર છોટાઉદેપુર પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. દશેરાના દિવસે યોજાનારા મેળામાં નગરજનો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં આયંબિલની ઓળીનો પ્રારંભ જૈન શ્રદ્ધાળુઓ તપ:શ્રીપાલ-મયણા સુંદરીના આદર્શ સાથે આત્મશુદ્ધિ અને સંયમની આરાધના, તા. 26ના પારણાં થશે‎
    Next Article
    પતિ સાથે બાઈક પર બાઢડા જતી વખતે રસ્તામાં બની ઘટના‎:જીકિયાળી-સાવરકુંડલા રોડ પર કારની ટક્કરે વૃદ્ધાને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment