Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની 26મી વાર્ષિક સભા:પ્રાકૃતિક ખેતી પર ચર્ચા, ખેડૂતોને સહકારી માળખાની માહિતી અપાઈ

    6 hours ago

    ધી પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની 26મી વાર્ષિક સભા પાટણ ખાતે યોજાઈ હતી. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી અને સહકારી માળખા પર ચર્ચા થઈ હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા વિનંતી કરાઈ છે. સંઘના 25 વર્ષ પૂરા થવા નિમિત્તે આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મંડળીના આગેવાનો હાજર રહ્યા. ઈફ્કો અને જિલ્લા સંઘે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્ર સરકારની ખેડૂત યોજનાઓ અને તેના ફાયદા વિશે માહિતી અપાઈ હતી. સહકાર મંત્રી અમિત શાહના પ્રયાસોથી 300થી વધુ વસ્તુઓને સહકારી મંડળીઓ સાથે જોડી તેમને મજબૂત કરવાની વાત પણ કરાઈ. છેલ્લા 121 વર્ષથી ચાલતી સહકારી ક્રાંતિમાં પ્રગતિ થઈ છે. આ જ્ઞાન ખેડૂતો સુધી પહોંચે તેવો અનુરોધ કરાયો હતો. સંમેલનમાં કે.સી. પટેલ, રમેશ સિંધવ, સંજય પટેલ, સ્નેહલ પટેલ, વિનોદ પટેલ, લાલજી દેસાઈ, બાબુજી ઠાકોર, કરશનજી જાડેજા, બળદેવ સામટિયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખડગેએ કહ્યું- SIR પહેલાંની મતદાર યાદી જાહેર કરવામાં આવે:બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ, INDIA બ્લોકની બેઠકમાં 19 વિપક્ષી દળો સામેલ થયા
    Next Article
    નવસારીના ઓવરબ્રિજ પર 'બાહુબલી' સ્ટાઈલમાં રીલ બનાવવી યુવાનને ભારે પડી:જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment