Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુર હનુમાનજીને એમ્બ્રોઇડરી વાઘા, ઓર્કિડ ફૂલોનો શણગાર:અધિક માસ નિમિત્તે સાંજે રાજોપચાર પૂજનનું આયોજન

    13 hours ago

    સાળંગપુરધામ ખાતે આવેલા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર અધિક જેઠ માસ, જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે, તે નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. શ્રી હનુમાનજીને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને ઓર્કિડના ફૂલોથી સુશોભિત કરાયા હતા. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શુક્રવાર, 12 જૂન, 2026 ના રોજ આ શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત, સાંજે 4:00 થી 7:00 કલાક દરમિયાન દાદાનું રાજોપચાર પૂજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ યજ્ઞ 17 મે થી 15 જૂન, 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન યોજાશે.
    Click here to Read More
    Previous Article
    પાલીતાણામાં વેપારી પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો:દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડતાં ધારીયું ઝીંક્યું; માથામાં 3 ટાંકા આવ્યા
    Next Article
    અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગત દંપતિને શ્રદ્ધાંજલિ:શ્રી ગૌરી વિદ્યાલયની બેઠકમાં સેવા કાર્યોને બિરદાવ્યા, 26 નિરાધારોને રાશન કીટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment