Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણામાં વેપારી પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો:દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડતાં ધારીયું ઝીંક્યું; માથામાં 3 ટાંકા આવ્યા

    17 hours ago

    પાલીતાણાના બસ સ્ટેન્ડ રોડ પર દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં પિતા-પુત્રએ ઉશ્કેરાઈને એક વેપારી પર ધારીયા અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હુમલામાં વેપારીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં 3 ટાંકા આવ્યા છે. આ મામલે પાલીતાણા ટાઉન પોલીસે હુમલો કરનાર પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુકાને આવીને દીકરી વિશે ખરાબ બોલતા હોબાળો થયો બનાવની વિગત એવી છે કે, પાલીતાણા ટાઉન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ફરિયાદી સંજય મકવાણા બસ સ્ટેન્ડ રોડ પર દિગંબર જૈન ધર્મશાળા પાસે આવેલી પોતાની 'વિશ્વકર્મા ખેતી ઓજાર' નામની દુકાને હાજર હતા. તે દરમિયાન બપોરના આશરે 02:45 વાગ્યાની આસપાસ તેમનો નાનો ભાઈ મુકેશ અને કૌટુંબિક ભત્રીજો આકાશ વાતચીત કરી રહ્યા હતા. થોડીવાર પછી આકાશ નીતિનભાઈ મકવાણા અને તેના પિતા નીતિન વનમાળીભાઈ મકવાણા બંને પિતા-પુત્ર એકસંપ થઈને સંજયભાઈની દુકાને આવ્યા હતા. આકાશએ ત્યાં આવીને સંજયભાઈ સાથે માથાકૂટ કરી તેમની દીકરી વિશે બેફામ ગાળો આપી અપશબ્દો કહ્યા હતા. ના પાડતાં જ પિતાએ દુકાનમાંથી ધારીયું ઉપાડી માથામાં ઝીંકી દીધું જ્યારે વેપારી સંજયભાઈએ પોતાની દીકરી વિશે આવા ખરાબ શબ્દો બોલવાની મનાઈ કરી, ત્યારે આકાશના પિતા નીતિન મકવાણા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે આવેશમાં આવીને સંજયભાઈની દુકાનમાં જ પડેલું લોખંડનું તીક્ષ્ણ ધારીયું ઉપાડી લીધું હતું અને સંજયભાઈના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. ધારીયાનો આ આકસ્મિક ઘા વાગતાની સાથે જ સંજયભાઈ લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા હતા. તેઓ નીચે પડી ગયા હોવા છતાં આકાશ નીતિનભાઈ મકવાણાએ તેમને પકડી રાખીને ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માનસિંહજી હોસ્પિટલમાં 3 ટાંકા આવ્યા, બંને આરોપીઓ સામે ગુનો દાખલ દુકાનમાં બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સંજયભાઈને તાત્કાલિક મોટરસાયકલ પર બેસાડી પાલીતાણાની માનસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી તેમના માથાના ભાગે પડેલા ઊંડા ઘા પર 3 ટાંકા લીધા હતા. સારવાર મેળવ્યા બાદ સંજયભાઈએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી હુમલો કરનાર પિતા-પુત્ર નીતિન વનમાળીભાઈ મકવાણા અને આકાશ નીતિનભાઈ મકવાણા વિરૂદ્ધ કાયદેસરની નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાહિત કાવતરું રચવા અને ઘાતક હથિયારથી હુમલો કરવા બદલ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુર હનુમાનજીના દિવ્ય સ્વરૂપો, 'કિંગ ઓફ સાળંગપુર'ને મળ્યા કોપીરાઈટ:વિવિધ ટ્રેડમાર્ક સર્ટીફીકેટ દાદાના ચરણોમાં સમર્પિત કરાયા
    Next Article
    સાળંગપુર હનુમાનજીને એમ્બ્રોઇડરી વાઘા, ઓર્કિડ ફૂલોનો શણગાર:અધિક માસ નિમિત્તે સાંજે રાજોપચાર પૂજનનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment