Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ સાથે બાઈક પર બાઢડા જતી વખતે રસ્તામાં બની ઘટના‎:જીકિયાળી-સાવરકુંડલા રોડ પર કારની ટક્કરે વૃદ્ધાને ઇજા

    15 hours ago

    ખાંભા તાલુકાના જીકિયાળી ગામથી સાવરકુંડલા તરફ જતા માર્ગ પર પૂરઝડપે અને બેદરકારીથી આવી રહેલી અજાણી કારના ચાલકે બાઈકને અડફેટે લેતાં મોટરસાઇકલ પર સવાર એક વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખાંભાના જીકિયાળી ગામે રહેતાં મોતીબેન દેવજીભાઈ ગોહિલ (ઉં.વ.74) અને તેમના પતિ દેવજીભાઈ ભીમજીભાઈ ગોહિલ બાઇક પર બાઢડા ગામે પાણીઢોળ પ્રસંગે જવા નીકળ્યાં હતાં. આ દરમિયાન ગઇ કાલે સવારે આશરે સવા નવ વાગ્યાના અરસામાં જીકિયાળીથી સાવરકુંડલા જવાના માર્ગ પર ચડતી વખતે અજાણ્યા કાર ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઇકને ટક્કર મારી હતી. ટક્કરના કારણે બાઇક પર સવાર બંને દંપતી નીચે પટકાયાં હતાં. આ અકસ્માતમાં મોતીબેનને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા સારવારમાં ખસેડાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ખાંભા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાંસદ જશુભાઇ રાઠવાની જાહેરાત:છોટાઉદેપુરમાં વર્ષોથી બંધ થઈ ગયેલો ઐતિહાસિક દશેરાનો મેળો પુનઃ શરૂ થશે
    Next Article
    સન્ડે ફોટો સ્ટોરી:લુવારીયા-અંટાળીયાના નવા રાજા અર્જુનનું સામ્રાજ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment