Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલ વિભાગીય વડા સાથે બેઠક મળી‎:લેબ, સર્જરી અને ડેથ રિવ્યુ સેલ માટે ઇન્ફેક્શન કંટ્રોલના પગલાં લેવાશે

    14 hours ago

    જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવાર સુદ્રઢ બનાવવાના હેતુથી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને તમામ વિભાગના વડાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઓપીડી, ઇન્ડોર દર્દીઓ, બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી અને માઇક્રોબાયોલોજી વિભાગની લેબ તપાસની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, મેજર-માઇનર સર્જરી, હાયર સેન્ટર રીફર થયેલા કેસ અને ડેથ રિવ્યુ સેલ અંતર્ગત વિવિધ વિભાગના મૃત્યુના કેસોની સમીક્ષા કરી સંક્રમણ રોકવા હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલના પગલાં કડક બનાવવા સૂચના અપાઈ હતી. દર્દીઓની સુવિધા માટે દાખલ દર્દીને અન્ય સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના અભિપ્રાય માટે દોડધામ ન કરવી પડે તે માટે ટૂંક સમયમાં બેડસાઇડ પેશન્ટ રેફરલ સિસ્ટમ સોફ્ટવેર લોન્ચ કરાશે. આ ટેકનોલોજીથી દર્દીઓ અને તેમના સગાંઓને રાહત મળશે. દર્દીઓની માટે ટેકનોલોજીનો ઉપયોગ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ગુણવત્તાસભર સારવાર અને સરળ સુવિધાઓ મળી રહે તે અમારી પ્રાથમિકતા છે. રજિસ્ટર્ડ વોટ્સએપ પર લેબ રિપોર્ટ સેવા શરૂ કરાઈ છે અને ટૂંક સમયમાં બેડસાઇડ રેફરલ સોફ્ટવેર પણ કાર્યરત થશે, જેથી દર્દીઓ અને તેમના પરિવારોની દોડધામ બચશે. > ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં સવારે વાતાવરણમાં ભેજ 78 ટકા:જૂનાગઢમાં તાપમાન 38.8 ડિગ્રી : બરડામાં 2 ઇંચ સુધી વરસાદ‎
    Next Article
    ઓપન સ્કૂલ:ધો. 10, 12 બોર્ડની પરીક્ષાનો 22મીથી પ્રારંભ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment