Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં સવારે વાતાવરણમાં ભેજ 78 ટકા:જૂનાગઢમાં તાપમાન 38.8 ડિગ્રી : બરડામાં 2 ઇંચ સુધી વરસાદ‎

    14 hours ago

    જૂનાગઢ સહિત સોરઠમાં શુક્રવારે તાપમાન 39 ડીગ્રીને પાર થઈ ગયા બાદ શનિવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને તે સાથે અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. શુક્રવારે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન વધીને 24 ડિગ્રીએ અને મહત્તમ તાપમાન પણ વધીને 39.1 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે પડોશી જિલ્લા પોરબંદરમાં ગાજવીજ સાથે માવઠુ થયુ હતુ. રોજીવાડા, સોઢાણા અને સીમરમાં 1થી 2 ઇંચ સુધી વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં રાત્રિના એકંદરે ગરમીથી રાહત રહ્યા બાદ શનિવારની સવારે હવામાનમાં પલટો આવવાની સાથે લઘુતમ તાપમાન ઘટીને 22.4 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 78 ટકા થઈ જતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. જેના પરિણામે ખેડૂતો સહિતના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. બપોરના સમયે મહત્તમ તાપમાન આંશિક રીતે ઘટીને 38.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 24% રહેતા બફારો અને ઉકળાટ વધતા લોકો પરેશાન થઈ ગયા હતા. દિવસ દરમ્યાન પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને 3.8 કિલોમીટરે પહોંચી ગઈ હતી. જૂનાગઢમાં 38.8 ડિગ્રી તાપમાન વચ્ચે અસહ્ય ઉકળાટ થયો હતો જ્યારે પોરબંદરના બરડા પંથકમાં બે થી ચાર ઇંચ જેટલો પડ્યો છે. ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે બરડા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. ખેડૂતોનો જે થોડો ઘણો પાક થયો હતો તે પણ પલળી ગયો હતો. પોરબંદર જિલ્લામાં દુકાળ બાદ કમોસમી વરસાદ પડતા બચેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. ભારે પવન, કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વાવાઝોડા જેવો વરસાદ શરૂ થયો હતો. જેમાં સોઢાણા, અડવાણા, સીમર, રોજીવાડા, ભેટકડી, ફટાણા અને શીંગડા જેવા ગામોમાં અડધાથી બે ઈંચ સુધીનું માવઠું નોંધાયું છે. પોરબંદર જિલ્લામાં થયેલા માવઠાથી મગફળીના પાથરા પણ પલળી ગયા બરડા પંથકમાં હાલ થયેલા વરસાદથી ખેતી પાકને ફાયદા કરતાં નુકસાન વધુ છે. એક તરફ ચોમાસામાં વરસાદ પૂરતો પડ્યો નથી. હાલ ખેતરોમાં મગફળી ઉપાડીને પાથરા કરવામાં આવ્યા છે. આ માવઠાથી આ પાથરા પલળી જતાં મગફળી કાળી પડી જવાનો, ફૂગ લાગવાનો અને મોલ કોહવાઈ જવાનો મોટો ભય છે. પાણી સિંચીને પકવેલા પાકની ગુણવત્તા બગડતાં ખેડૂતોને આર્થિક ફટકો પડશે. ખેડૂતોએ વૈશાખથી ભાદરવા મહિના સુધી કૂવા અને બોરના પાણી સિંચીને મહેનતથી મગફળીનો પાક ઉછેર્યો હતો. હાલ આગોતરી મગફળી ઉપાડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જ માવઠું પડતા ખેડૂતોની કડક મહેનત પર પાણી ફરી વળ્યું છે.જોકે બીજી તરફ બરડા ડુંગર વિસ્તારના કાટવાણા, બખરલા, વિંજરાણા, ગોઢાણા અને મોઢવાડા જેવા ગામોમાં વરસાદનું એક ટીંપું પણ પડ્યું નહોતું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગાજવીજ સાથે માવઠું : બરડાના રોજીવાડા, સોઢાણા અને સીમરમાં 1 થી 2 ઈંચ વરસાદ
    Next Article
    સિવિલ હોસ્પિટલ વિભાગીય વડા સાથે બેઠક મળી‎:લેબ, સર્જરી અને ડેથ રિવ્યુ સેલ માટે ઇન્ફેક્શન કંટ્રોલના પગલાં લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment