Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગાજવીજ સાથે માવઠું : બરડાના રોજીવાડા, સોઢાણા અને સીમરમાં 1 થી 2 ઈંચ વરસાદ

    13 hours ago

    પોરબંદરના બરડા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું વરસ્યું હતું. સોઢાણા, સીમર અને રોજીવાડા ગામમાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં પાથરા પલળી ગયા હતા, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ બખરલા, કાટવાણા અને મોઢવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારો વરસાદથી કોરાધાકોર રહ્યા હતા. કમોસમી વરસાદથી ખેતીના પાક અને ઉપજને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પોરબંદરના બરડા વિસ્તારના અનેક ગામોમાં શનિવારે બપોરે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન, કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વાવાઝોડા જેવો વરસાદ શરૂ થયો હતો. જેમાં સોઢાણા, અડવાણા, સીમર, રોજીવાડા, ભેટકડી, ફટાણા અને શીંગડા જેવા ગામોમાં અડધાથી બે ઈંચ સુધીનું માવઠું નોંધાયું છે. સીમર અને રોજીવાડા તરફ સૌથી વધુ 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ચાલુ સિઝન દરમિયાન આ વિસ્તારમાં માત્ર ઝાપટાં સ્વરૂપે કુલ 4 થી 5 ઈંચ જ વરસાદ થયો હતો. જેથી ખેડૂતોએ વૈશાખથી ભાદરવા મહિના સુધી કૂવા અને બોરના પાણી સિંચીને મહેનતથી મગફળીનો પાક ઉછેર્યો હતો. હાલ આગોતરી મગફળી ઉપાડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જ માવઠું પડતા ખેડૂતોની કડક મહેનત પર પાણી ફરી વળ્યું છે. જોકે બીજી તરફ બરડા ડુંગર વિસ્તારના કાટવાણા, બખરલા, વિંજરાણા, ગોઢાણા અને મોઢવાડા જેવા ગામોમાં વરસાદનું એક ટીંપું પણ પડ્યું નહોતું. બખરલા, કાટવાણા અને મોઢવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારો કોરાધાકોર‎ પોરબંદર ઉપરાંત ગ્રામ્ય પંથકોમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ પડ્યો જ નથી. સિઝનનો આખો વરસાદ પોરબંદરના બરડા પંથકમાં બે થી ચાર ઇંચ જેટલો પડ્યો છે. ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે બરડા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. ખેડૂતોનો જે થોડો ઘણો પાક થયો હતો તે પણ પલળી ગયો. દુકાળ બાદ કમોસમી વરસાદ પડતા બચેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. માવઠાથી ફાયદો કે નુકસાન? હાલ થયેલા વરસાદથી ખેતી પાકને ફાયદા કરતાં નુકસાન વધુ છે. એક તરફ ચોમાસામાં વરસાદ પૂરતો પડ્યો નથી. હાલ ખેતરોમાં મગફળી ઉપાડીને પાથરા કરવામાં આવ્યા છે. આ માવઠાથી આ પાથરા પલળી જતાં મગફળી કાળી પડી જવાનો, ફૂગ લાગવાનો અને મોલ કોહવાઈ જવાનો મોટો ભય છે. પાણી સિંચીને પકવેલા પાકની ગુણવત્તા બગડતાં ખેડૂતોને આર્થિક ફટકો પડશે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં શુકનવંતી ખરીદીથી ઓટોમોબાઈલ માર્કેટ ખીલ્યું:નોરતાનો ક્રેઝ : 6 દિવસમાં 415 નવા વાહનો રસ્તા પર દોડતા થયા
    Next Article
    શહેરમાં સવારે વાતાવરણમાં ભેજ 78 ટકા:જૂનાગઢમાં તાપમાન 38.8 ડિગ્રી : બરડામાં 2 ઇંચ સુધી વરસાદ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment