Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’:વેરાવળમાં પરિસંવાદ, ખેડૂતોને અપાયો સ્વસ્થ કૃષિનો સંદેશ, પ્રાકૃતિક ખેતી જ વિકસિત ભારતનો આધાર

    16 hours ago

    કેન્દ્ર સરકારના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ હાઈવે પર આવેલી આહિર સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ, જમીનની તંદુરસ્તી, માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંરક્ષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશભરમાં પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા અને આરોગ્યલક્ષી અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ આવનારી પેઢીને તંદુરસ્ત અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો છે. આજના સમયમાં વધુ ઉત્પાદન અને વધુ નફાની દોડમાં કૃષિ પદ્ધતિઓ બદલાતા અનેક ગંભીર બીમારીઓમાં વધારો થયો છે. તેમણે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આપણે ફરી પ્રાકૃતિક અને પરંપરાગત ખેતી તરફ વળીએ. “એવો પાક ઉગાડીએ કે જેના કારણે દવા અને દવાખાનાની જરૂર જ ન પડે,” તેમ કહી તેમણે સ્વસ્થ સમાજના નિર્માણ માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારતને એક સમયે ‘સોનાની ચીડિયા’ કહેવામાં આવતું હતું કારણ કે અહીંનું કૃષિ ઉત્પાદન ગુણવત્તાસભર અને કુદરતી હતું. પરંતુ આધુનિકતાની દોડમાં ખેતીની પરંપરાગત પદ્ધતિઓ પાછળ ધકેલાઈ ગઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી જ દેશની જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને બચાવી શકે છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુણવત્તાયુક્ત અને ઝેરમુક્ત ઉત્પાદન અનિવાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. રમેશ રાઠોડે ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત સહિતના પ્રાકૃતિક ઉપાયો દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવવા અને પાક સંરક્ષણ અંગે તકનીકી માહિતી આપી હતી. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકારે પ્રાકૃતિક કૃષિના પ્રચાર માટે હાથ ધરાયેલા જાગૃતિ અભિયાનોની વિગતો રજૂ કરી હતી. આ પ્રસંગે વર્ષ 2026-27 માટે ‘આઈ ખેડૂત પોર્ટલ’ હેઠળ પાક સંરક્ષણ ગોડાઉન અને તારની વાડ યોજનાઓના મંજૂરી હુકમો લાભાર્થી ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા વિકાસ એજન્સીના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, કૃષિ વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભેળસેળિયાઓ સામે તવાઈ:રાજ્યમાં રૂ. 5.89 કરોડના 2.12 લાખ કિલો ખાદ્ય પદાર્થોની તપાસ; કસૂરવારો સામે કાર્યવાહી
    Next Article
    રાજકોટની વિરાણી હાઇસ્કૂલની રૂ.1 હજાર કરોડની જમીનનો વિવાદ:જમીનનું વેચાણ ન થાય તે માટે પક્ષકાર તરીકે જોડાવાની પીપળીયાની અરજી કલેક્ટરે નામંજૂર કરી, ટ્રસ્ટે રૂ.2 કરોડનો માનહાનિનો દાવો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment