Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેળસેળિયાઓ સામે તવાઈ:રાજ્યમાં રૂ. 5.89 કરોડના 2.12 લાખ કિલો ખાદ્ય પદાર્થોની તપાસ; કસૂરવારો સામે કાર્યવાહી

    17 hours ago

    રાજ્યમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વગરના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ હેઠળ ગુજરાત સરકારે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા ચલાવવામાં આવેલા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના કુલ 2,12,948 કિલો/લિટરથી વધુ શંકાસ્પદ જથ્થાની કડક તપાસ કરવામાં આવી છે. આ જથ્થાની કુલ બજાર કિંમત રૂ. 5,89,39,470 એટલે કે રૂ. 5.89 કરોડથી વધુ થાય છે. તંત્ર દ્વારા આ મામલે કાયદાકીય સપાટો બોલાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં થાય: પાનશેરીયા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સરકારના આકરા વલણની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર નાગરિકોના તંદુરસ્ત આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ક્યારેય નહીં કરે. બજારમાં ભેળસેળયુક્ત, સબ-સ્ટાન્ડર્ડ અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કડક કાયદાકીય એક્શન લેવાનું યથાવત્ રહેશે. તેમણે ઉમેર્યું કે, ‘સ્વસ્થ ગુજરાત-સુરક્ષિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા માટે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાજ્યભરમાં નિયમિત સેમ્પલિંગ, ગુપ્ત તપાસ અને ઓચિંતા દરોડા પાડવાની પ્રક્રિયા આગામી દિવસોમાં વધુ તેજ કરવામાં આવશે. જપ્ત કરાયેલા અલગ-અલગ ખાદ્ય પદાર્થોના જથ્થા અને કિંમત અમદાવાદ-વડોદરા સહિત રાજ્યના 16 મોટા જિલ્લાઓમાં સઘન ચેકિંગ એફડીસીએ (FDCA)ની ટીમો દ્વારા રાજ્યના મેટ્રો સિટીથી લઈને અંતરિયાળ વિસ્તારો સુધી નેટવર્ક ગોઠવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાહોદ, કચ્છ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને પંચમહાલ સહિતના તમામ મોટા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં બજારમાં મળતી નામાંકિત બ્રાન્ડ્સ તેમજ ખુલ્લા વેચાણમાં અપાતા ઘી, તેલ અને દૂધના શંકાસ્પદ નમૂનાઓ લઈને તેને સરકારી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ અનેક લોકો સામે ફોજદારી ગુના દાખલ થવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર-અસારવા રૂટ પર નવા ટ્રેક માટે DPR શરૂ:વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી
    Next Article
    ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’:વેરાવળમાં પરિસંવાદ, ખેડૂતોને અપાયો સ્વસ્થ કૃષિનો સંદેશ, પ્રાકૃતિક ખેતી જ વિકસિત ભારતનો આધાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment