Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર-અસારવા રૂટ પર નવા ટ્રેક માટે DPR શરૂ:વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી

    18 hours ago

    હિંમતનગરમાં નવા સર્કિટ હાઉસ ખાતે '12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' વિષય પર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રી અને સાબરકાંઠાના પ્રભારી પ્રદ્યુમન વાજા, સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ સરકારના 12 વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા વિવિધ વિકાસ કાર્યો અને સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ સાબરકાંઠા જિલ્લામાં પૂર્ણ થયેલા અને પ્રગતિમાં રહેલા વિકાસ કાર્યોની જાણકારી આપી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વિજયનગરથી ખોખરા સુધીના નેશનલ હાઈવે નંબર 58 માટે કેન્દ્ર સરકારે ₹355.40 કરોડ મંજૂર કર્યા છે, જેનું કામ હાલ પ્રગતિમાં છે. મહેસાણા-વિસનગર-વડનગર-વલાસણા-ઈડર-ભિલોડા-શામળાજી સુધીના નેશનલ હાઈવે નંબર 168 ના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹1050 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બડોલીથી ભિલોડા-શામળાજી સુધીના માર્ગ માટે ₹121 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMJYS) હેઠળ ₹8 કરોડથી વધુના રસ્તાઓ મંજૂર કરાયા છે. રેલવે ક્ષેત્રે થયેલા વિકાસની માહિતી આપતા જણાવાયું કે, ખેડબ્રહ્મા-હિંમતનગર-પ્રાંતિજ-તલોદ-અસારવા મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠાના રહેવાસીઓ માટે વંદે ભારત ટ્રેન પણ શરૂ કરાઈ છે. હિંમતનગર ખાતે અમૃત ભારત યોજના અંતર્ગત આધુનિક રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, જે ભવિષ્યમાં મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડશે. 'વિકસિત ભારત' હેઠળ હિંમતનગર-પ્રાંતિજ-તલોદ-દહેગામ-અસારવા રૂટ પર નવીન ટ્રેક માટે DPR (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) ની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ઉત્તર ગુજરાતની રેલવે ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુંબઈથી ખેડબ્રહ્મા, મુંબઈથી સુરત, વડોદરા, અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર રૂટ પર નવી ટ્રેનો શરૂ કરવા માટે રેલવે મંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને કરાયેલી રજૂઆત બાદ હિંમતનગરમાં આગામી દિવસોમાં આર્મી કેન્ટીન બનશે, જેનો લાભ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 20 હજારથી વધુ નિવૃત્ત આર્મી જવાનોને મળશે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 544 પોઈન્ટ વધીને 76,808 પર બંધ:નિફ્ટીમાં 135 પોઈન્ટનો વધારો રહ્યો, FMCG અને IT શેરોમાં વધુ ખરીદી રહી
    Next Article
    ભેળસેળિયાઓ સામે તવાઈ:રાજ્યમાં રૂ. 5.89 કરોડના 2.12 લાખ કિલો ખાદ્ય પદાર્થોની તપાસ; કસૂરવારો સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment