Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપન સ્કૂલ:ધો. 10, 12 બોર્ડની પરીક્ષાનો 22મીથી પ્રારંભ થશે

    15 hours ago

    નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગની ધો.10 અને 12ની થિયરી પરીક્ષા 22 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. ધોરણ 12ની પરીક્ષા 5 ડિસેમ્બર અને ધોરણ 10ની પરીક્ષા 7 ડિસેમ્બરે પૂર્ણ થશે. મોટાભાગના પેપર્સ બપોરે 2:30થી સાંજે 5:30 દરમિયાન યોજાશે, જ્યારે અમુક વિષયોની પરીક્ષાનો સમય 2થી 2.5 કલાકનો રહેશે. પરીક્ષામાં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઈટ sdmis.nios.ac.in પરથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. હોલ ટિકિટમાં આપેલી તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્રની વિગતો ખાસ ચકાસી લેવી, કારણ કે તેના વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં. વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલાં કેન્દ્ર પર પહોંચી જવું અનિવાર્ય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પરીક્ષાઓ પૂરી થયા બાદ તુરંત જ મૂલ્યાંકન કામગીરી શરૂ કરાશે અને આગામી 7 સપ્તાહમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલ વિભાગીય વડા સાથે બેઠક મળી‎:લેબ, સર્જરી અને ડેથ રિવ્યુ સેલ માટે ઇન્ફેક્શન કંટ્રોલના પગલાં લેવાશે
    Next Article
    Who Are Cade Cunningham’s Parents? Meet Keith And Carrie Cunningham

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment