Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ, તુલા મીન રાશિના જાતકોનાં માન-સન્માનમાં વૃદ્ધિ થાય

    2 days ago

    જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) પોતાના કેરિયર પ્રત્યે સતત લક્ષ્ય સેવવાથી સિદ્ધિ પ્રાપ્ત થશે. ઉપરી અધિકારીઓ સાથે તાલમેલ જાળવી રાખી શકશો અને સારું પરિણામ મેળવશો. વ્યવસાયમાં પ્રગતિ થશે. લાગણીના સંબંધો વચ્ચે આર્થિક રીતે સગવડો સાચવી શકાશે. દાંપત્ય અને કૌટુંબિક જીવનમાં લાપરવાહી ન રાખવી. તા. 19-20-21 રોજગારીમાં વૃદ્ધિ. તા. 18 ભાગ્યમાં વિઘ્ન. સિંહ (મ. ટ.) સૌમ્યતા અને સમાધાનકારી વલણ રાખવાથી ઘણા પ્રશ્નો ઊગતા જ ઉકેલી શકાશે અને આગળ વધાશે. વેપાર અને વ્યવસાયમાં શત્રુતા ઓછી થશે. વ્યવસાયલક્ષી મુસાફરી કરવી પડશે. નવા મિત્રો અને સંબંધો કેળવાશે. ભાગ્યવૃદ્ધિ થાય. આપના તમામ વ્યવહારમાં પોઝિટિવિટી જોવા મળે. મીડિયા. તા. 19-20-21 પ્રગતિદર્શક. તા. 23 વ્યર્થ. ધન (ભ. ધ. ફ. ઢ.) આવક અને નફામાં વૃદ્ધિ થાય. આર્થિક ક્ષેત્રે લાભદાયક સ્થિતિનું સર્જન થશે. નોકરી, વેપાર, વ્યવસાય એમ ત્રણેય ક્ષેત્રમાં પ્રગતિ થાય. સ્થાવર અને વડીલોપાર્જિત મિલકતમાંથી આવકના સાધનોમાં વૃદ્ધિ કરી શકાશે. જીવનમાં શાંતિ અનુભવાશે. પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાત યાદગાર બની રહે. પર્યટન. તા. 18-21-22 પ્રવાસ થાય. તા. 19 અર્થસંકટ. વૃષભ (બ. વ. ઉ.) રોજગારીમાં સારો અર્થલાભ થશે. વધારે મહેનત કરવાનું પ્રોત્સાહન મળશે. પોતાની કાર્યકુશળતા સારી રીતે પ્રદર્શિત કરી શકશો. બેંક લોન કે અન્ય રીતે આર્થિક સહાય મેળવીને વેપાર ધંધાનો વિકાસ કરી શકશો. સ્પર્ધાત્મક રીતે આગળ વધવાની ઊજળી શક્યતાઓ છે. માન-સન્માન વધે. તા. 21-22-23 કેરિયરમાં લાભ. તા. 19 નુકસાન. કન્યા (પ. ઠ. ણ.) ઝડપી કાર્યસફળતા મળશે. પરિણામલક્ષી આયોજન કરી શકશો. વેપારમાં નફાનું પ્રમાણ અને પ્રભાવ વધશે. આર્થિક સંજોગો સુધરશે. પરિવાર અને કુટુંબમાં મતભેદો ઉકેલવા તરફ પ્રગતિ થાય. વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને સારું પરિણામ મળે. ‘ૐ બુધાય નમઃ’ મંત્રનો જાપ કરવો. તા. 22-23-24 સ્થિરતા. તા. 18 આવેશમય. મકર (ખ. જ.) માન-સન્માન તથા પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે ભાગદોડ રહે. વસૂલાત અને ઉઘરાણી હેતુ પ્રવાસથી ફાયદો થાય. નોકરીમાં પદોન્નતિનો માર્ગ મોકળો થાય. સામાજિક ક્ષેત્ર અને નોકરીમાં સફળતાના માર્ગે આગળ વધાય. સરકારી કામ સરળતાથી ઉકેલી શકશો. ઘરનો માહોલ ખુશનુમા રહે. નોકરીના. તા. 19-23-24 નિજાનંદ. તા. 24 આળસ. મિથુન (ક. છ. ઘ.) આર્થિક સ્થિતિ સામાન્ય બનતી જશે. સમાધાનકારી વલણ અપનાવવું. અક્કડતા છોડવાથી ઘણા કામ સરળ બનશે. સંતાન સાથે મતભેદ ઊભા થાય તેવા સંજોગોમાં સંતુલિત વ્યવહાર કરવો. કોઈ નવી થીમ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સફળતા મેળવી શકે. વધુ પડતા પ્રવાસથી બચવું. તા. 18-23-24 કાર્યસિદ્ધિ. તા. 20 આરોગ્યહાનિ. તુલા (ર. ત.) પોતાના કામમાં મસ્ત રહી એકાગ્રતાથી ઝડપી કામ ઝડપથી પૂર્ણ કરી શકશો. દરેક બાબતમાં મનોમંથન વધારે થાય અને બાદમાં નિર્ણયશક્તિ ઉપર આવી શકાશે. વાણીપ્રભાવથી ઘણી બાબતો સરળતાથી હલ કરી શકશો. માન-સન્માન વધશે. પોતાના વિષયમાં સારી પકડ અને ધાક જમાવી શકશો. ભાગ્યના. તા. 18-23-24 શત્રુવિજય. તા. 22 અરુચિ. કુંભ (ગ. શ. સ.) વિકાસપથમાં અડચણો આવવા છતાં કર્મઠ અને અડગ રહી ભાગ્યના સથવારે આપ સિદ્ધિના શિખર સર કરી શકશો. વિદ્યાર્થીઓએ સજાગતા વધારવી પડશે તો જ અનુકૂળ પરિણામ સુધી પહોંચી શકાશે. આફતને અવસરમાં ફેરવવાની તક ઝડપી લેવામાં મજા છે. ઉપરી અધિકારીઓના. તા. 18-21-22 લાભપ્રદ. તા. 23 કુટુંબક્લેશ. કર્ક (ડ. હ.) સફળતા મેળવી શકશો. મિલકત સંબંધી બાબતમાં સારું પરિણામ મળશે અને ગૂંચવાયેલા કેસ સુધરશે. ગૃહસ્થજીવનમાં સારી અનુકૂળતા રહેશે. માતા સાથે સંબંધો સુધારવાની તક ઊભી થાય. નવું વાહન ખરીદી શકો, પરંતુ વાહન ચલાવવામાં કાળજી રાખવી, ખાસ કરીને ટ્રાન્સપોર્ટરોએ. તા. 18-19-20 અર્થલાભ ગતિમાન થવાય. તા. 21 થાક વર્તાય. વૃશ્ચિક (ન. ય.) કોઈ પણ જટિલ બાબતનો નિર્ણય પોતાની રીતે ન લેતાં અનુભવી અને નિષ્ણાતની સલાહ મુજબ આગળ વધવું. વ્યવસાયિક રીતે વધારાના ખર્ચમાં ફસાઈ જવાની શક્યતા છે. દેખાદેખી અને પ્રલોભનોથી દૂર રહી પોતાના કામમાં એલર્ટનેસ રાખવાની ખાસ જરૂર છે. વિદ્યાર્થીઓએ એકાગ્રતા રાખવી. તા. 19-20-18 ફતેહ. તા. 24 અસુખ. મીન (દ. ચ. ઝ. થ.) કોઈ આર્થિક ફાયદાકારક સ્થિતિનું નિર્માણ થાય. વેપારીવર્ગના રોકાયેલાં નાણાં અને બાકીની ઉઘરાણી પરત આવે. વિવાદાસ્પદ પરિસ્થિતિથી દૂર રહેવાથી સફળતા જાળવી શકશો. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્કર્ષદાયક સમય છે. સંબંધોની ગરિમા જાળવી. તા. 20-23-24 મનની ઇચ્છા ફળે. તા. 22 નિરાશા.
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:બાંધી મૂઠી લાખની
    Next Article
    મજાતંત્ર:ગરબા પછી ઝાપટી શકાય એવા ચટાકા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment