Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:બાંધી મૂઠી લાખની

    2 days ago

    બહુ પેલાના વખતની વાત છે. કોઈ કોડભરી કન્યાએ કરિયાવરના ઓંછાડમાં રંગબેરંગી હીરદોરાથી રઢિયાળાં વેલબુટ્ટા ભર્યાં હોય એવી રૂડી રૂપાળી એક નગરી છે. વસ્તી ભાવિક છે. અઢારે વરણ એકરસ ને એકરૂપ થઈને જીવે છે. ઘેરે ઘેરે આસ્થાના દીવડા ઝળહળે છે. ગામને પાદર બારે માસ વહેતી ઝલકુ નદી છે. લીલીછમ ટેકરીઓ, લકુંબ- ઝકુંબ ઝાડવાં ને બો’ળાં ચરિયાણ થકી નદીકાંઠો ભારે રળિયામણો લાગે છે. ગામલોકને લાગે છે કે આવી રૂડી શોભા દેવળ વન્યા અધૂરી ગણાય. એકસંપ કરીને એકેએક જણે ગજા પરમાણે નાણાં કાઢ્યાં. ને ભોળિયાનાથનું મંદિર બનાવ્યું. ગામલોકો હરખ માતો નથી. લીલી કુંજાર વનરાયું, નદીકાંઠો ને ભોળા ભગવાનનું થાનક, જગત આખાની રૂડપ ભેગી થઈ છે. સરગ જેવી શોભા બની છે. ભાવગર મા’રાજ સેવાપૂજા કરે છે. સંધ્યા આરતી ટાણે તો ભગતિભાવનો મેળો જામે છે. નગરીના લોક જેટલાં ભલાં ને ભાવિક છે, એટલો જ નગરનો રાજા મૂંજી છે. પરજાના હરખ- શોકથી કાયમ અળગો રહે. બધાએ બહુ કીધું તઈં રાજાએ એક દી’ મંદિરે આવવાની હા પાડી. રાજા આવવાના છે એટલે ભાવગર મા’રાજે પોતાના ખરચે મંદિરને શણગાર્યું. રાજા એના કીધેલા ટાણે આવે છે. મને-કમને દર્શન કરે છે. પરધાને કીધું કે મંદિરમાં કાંઈક ભેટ મૂકવી પડે. રાજાએ અંગરખામાંથી એક દોકડો કાઢીને ભગવાનને ધર્યો. પરધાનને આંચકો લાગ્યો. પૂજારીને આઘાત લાગ્યો. નગરીનો સૌથી રાંક માણસ પણ ભગવાનને પારે દોકડો નો મૂકે. ચૌદ ભુવનના નાથને માણસ તો આપી આપીને શું આપે ! પણ દેવ દુવારે ખાલી હાથે નો જવાય એવી પરંપરા છે. મંદિરનો નિભાવ કરવા નાણાંની જરૂર પડે, એટલે દરશન કરનાર યથાશક્તિ ભેટ મૂકે છે. રાજા જેવો રાજા એક દોકડો મૂકે ઈ વાતનો પૂજારીના મનને ઘણો ધક્કો લાગ્યો. સાંજની આરતીમાં ઓઘડભગત આવ્યા. આરતી થઈ ગયા પછી પૂજારીએ ઓઘડબાપાને બધી વાત કરી: ‘ ભગતબાપા ! મારે કોઈ સુવારથ નથી. રાજાનું સારું દેખાય એટલે મેં મંદિરના નહીં પણ મારા ખરચે આખા મંદિરને શણગાર્યું.આઠ સોનામહોર વાપરી.. એનોય વાંધો નહીં, પણ રાજાનો જીવ ભિખારી નીકળ્યો. ઓઘડ બાપાએ એક ઉપાય દેખાડ્યો. ઈ પરમાણે પૂજારીએ સવારના પહોરમાં નગરના ચોકમાં જઈને બધા સાંભળે એમ કીધું: ‘આપણા રાજાએ કાલે ભગવાનને એક અણમોલ ભેટ ધરી છે, ઈ ભેટ મારી મુઠ્ઠીમાં છે. મારે એની બાંધી મુઠ્ઠીએ હરાજી કરવી છે. જે રકમ આવશે ઈ મંદિરમાં જાશે.’ કોઈ કહે પાંચ સોનામહોર, કોઈ કહે પચીસ. બોલી બોલાય છે. આ વાત પરધાનના કાને પૂગી. પરધાને ઈ જ ઘડીએ રાજાને કીધું: ‘પૂજારી જો મુઠ્ઠી ઉઘાડશે તો એમાંથી તમારો દોકડો નીકળશે ને તમારી ફજેતી થશે. રાજની આબરૂ જાશે.’ પરધાનની વાત સાંભળીને રાજા પોતે દોડ્યો. હાથ જોડીને બોલ્યો: ‘મા’રાજ ! આ તો ભગવાનની પરસાદી કહેવાય. હું એક લાખ સોનામહોર આપું છું. તમારી મુઠ્ઠીમાં જે છે ઈ મારા અંગરખાના ગજવામાં મૂકી દ્યો ! પૂજારીએ એ પરમાણે કર્યું. લાખ સોનામહોર મંદિરમાં જમા કરી. ઓઘડબાપાનો કીમિયો કારગત નીવડ્યો. }
    Click here to Read More
    Previous Article
    શબ્દ સકળ પૃથ્વીના:નોબેલ વિજેતાનું સર્જન
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ, તુલા મીન રાશિના જાતકોનાં માન-સન્માનમાં વૃદ્ધિ થાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment