Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિવરફ્રન્ટના પાર્કિંગના ધાબે રેસ્ટોરાંનું આયોજન:મ્યુનિ. કોન્ટ્રાકટરને રૂ.સવા કરોડ થાળીમાં પીરસશે

    1 day ago

    સાબરમતી રિવરફ્રન્ટના મલ્ટિલેવલ પાર્કિંગના 2310 સ્ક્વેર મીટરના ધાબા પર 100 લોકોની ક્ષમતા ધરાવતી રૂફટોપ રેસ્ટોરાં શરૂ કરવાનું આયોજન કરાયું છે. જોકે, આ પ્રોજેક્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને રૂ. સવા કરોડનો સીધો ફાયદો કરાવવાની પેરવી કરવામાં આવી છે. રેવન્યુ શેરિંગ સિસ્ટમ હેઠળ મ્યુનિ. દ્વારા દોઢ વર્ષ સુધી કોન્ટ્રાક્ટર પાસેથી એકેય રૂપિયો લીધા વિના ધાબું તદ્દન મફતમાં ભાડે આપવાનું નક્કી કરાયું છે, જેનાથી તંત્રને સવા કરોડના ભાડાનું સીધું નુકસાન થશે. ત્યારબાદના દોઢ વર્ષ માટે મહિને રૂ. 6.39 લાખ ભાડું વસૂલાશે અને ચોથા વર્ષથી રેસ્ટોરાંના ગ્રોસ ટર્નઓવર પર રેવન્યુ શેરિંગ કરાશે. મલ્ટિલેવલ પાર્કિંગનો મૂળ હેતુ સિદ્ધ થતો ન હોવાની ફરિયાદો વચ્ચે હવે આવક રળવાના નામે પ્રીમિયમ સ્પેસ ખાનગી એજન્સીને પધરાવી દેવા સામે સવાલો ઊઠ્યા છે. લાઈવ મ્યુઝિકને છૂટ પણ ગેમ ઝોનને મંજૂરી નહીં મળે આ રૂફટોપ રેસ્ટોરાંમાં લાઇવ મ્યુઝિક અને પ્રાઇવેટ ફંક્શનની મંજૂરી આપવામાં આવશે. પરંતુ રેસ્ટોરાંની સ્પેસમાં કોઈ પણ પ્રકારનો ગેમ ઝોન, બોક્સ ક્રિકેટ, બેન્ક્વેટ હોલ કે કામચલાઉ કિયોસ્ક બનાવવાની સખત મનાઈ રહેશે, જેથી કરીને આ સ્થળની પ્રીમિયમ ફાઇન્ડ-ડાઇનિંગ ઓળખ જળવાઈ રહેશે. રેસ્ટોરાં 24 કલાક ખુલ્લી રહેશે, અટલબ્રિજ, ફ્લાવર પાર્કનો વ્યૂ દેખાશે મલ્ટિલેવલ પાર્કિંગના ધાબા પર રૂફટોપ રેસ્ટોરાં પરથી રિવરફ્રન્ટની સુંદરતા વચ્ચે લોકો અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને સાબરમતી નદીનો મનોરમ્ય નજારો જોતાં જોતાં ભોજન માણી શકશે. જરૂરી મંજૂરીઓ મેળવીને આ રેસ્ટોરાં 24 કલાક ખુલ્લું રહે તેવું આયોજન કરાયું છે. શહેરીજનોની પસંદગીને ધ્યાનમાં રાખીને અહીં માત્ર શુદ્ધ શાકાહારી વાનગીઓ જ પીરસાશે. આ ઉપરાંત, રેસ્ટોરાં ગ્રાહકો માટે છઠ્ઠા માળે સ્પેશિયલ પાર્કિંગ અને અલગ લિફ્ટની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પોટેટો કેચઅપ 2.0:બટાકામાંથી ટોમેટો કેચઅપ બનાવતી ત્રણ દિવસમાં બીજી ફેક્ટરી પકડાઈ
    Next Article
    આરોપી ગુજરાત બહારનો હોવાનું ખૂલ્યું:25થી વધુ ગરબાના નકલી પાસ સસ્તામાં વેચવાનું કૌભાંડ પકડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment