Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવ રક્ષા સમિતિ અને કે.એચ. ફાઉન્ડેશને સંયુક્ત રીતે પર્દાફાશ કર્યો:મેટોડામાં 20 જેટલી ગાયોના ચામડાં ઉતારેલા મૃતદેહો અને અવશેષો મળ્યા

    2 days ago

    રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર મેટોડાની સીમમાં વીડી વિસ્તારમાંથી ગૌવંશના વિકૃત અવશેષો મળી આવતા સનાતન ધર્મની આસ્થા પર પ્રહાર સમાન ઘટના સામે આવી છે. અંદાજે 20 જેટલી ગાયની ક્રૂરતાપૂર્વક કતલ કરી તેમના અંગો અને ચામડાં ઉતારેલા મૃતદેહો ઝાડ પર લટકાવેલા મળતા જીવદયાપ્રેમીઓ અને ગૌભક્તોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે ત્યારે પોલીસે આ ઘટનામાં માત્ર જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરતા ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. જીવ રક્ષા સમિતિ અને કે.એચ. ફાઉન્ડેશનની ટીમે ચીભડા ગામ તરફ જતા આ લોહિયાળ કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. ઘટનાસ્થળે ચારેય તરફ ગૌવંશના હાડપિંજરના ઢગલા અને અડધું ચામડું ઉતારેલી હાલતમાં મૃતદેહો પડ્યા હતા. જીવદયાપ્રેમી કેતન સંઘવીના જણાવ્યા મુજબ, આસપાસના વિસ્તારમાં ગેરકાયદે કતલખાનું ચાલતું હોવાની પ્રબળ આશંકા છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ મેટોડા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે, ગૌભક્તોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ કડક કાર્યવાહી કરવાને બદલે બચાવની ભૂમિકામાં જોવા મળી હતી. પોલીસે ગ્રામપંચાયતે નંદી આશ્રમના મૃત પશુઓના નિકાલ માટે જમીન ફાળવી હોવાનું રટણ કર્યું હતું. હાલ પોલીસે આ મામલે જાણવાજોગ નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસની ભૂમિકા સામે શંકાની સોય જીવદયાપ્રેમીઓએ મોડી રાત્રે તપાસ શરૂ કરતાં જ પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. કસાઈઓ દ્વારા રાતોરાત ગૌવંશનું ચામડું અને માંસ વેચવાનું કૌભાંડ ચાલતું હોવા છતાં સ્થાનિક તંત્ર અજાણ રહેતા કામગીરી સામે શંકાઓ ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    નણંદની જીદ્દના કારણે પતિએ છૂટાછેડાનું લખાણ કરાવ્યું:પ્રેમલગ્ન કર્યા બાદ પતિએ છૂટાછેડા વગર જ સમાજની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા
    Next Article
    ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આટલો ખર્ચ કેમ:સરધાર અને આટકોટ પાસે બે સિક્સલેનના નિર્માણ માટે રૂ. 2500 કરોડનો ખર્ચ જોઈ સરકારની ‘ના’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment