Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:નેવર ક્વિટ

    13 hours ago

    ડો. જયેશ વાછાણી જિંદગીને મોજથી જીવવાની વયે અલવિદા કહી દેવું યોગ્ય નથી. જેની તુલના કશા સાથે ન થઈ શકે એવી એક જ વાર મળતી અતિમૂલ્યવાન જિંદગીમાંથી ‘એક્ઝિટ’ કરવાનો વિચારમાત્ર કંપાવી મૂકે છે. મોતને સામે ચાલીને વહાલું કરી ‘આઈ ક્વિટ’ કહેનારની તે ક્ષણની મનોદશા કેવી હશે તે કલ્પના પણ ધ્રુજારી ઉપજાવે છે. આત્મહત્યા બાદ સૌ પોતપોતાની રીતે વિશ્લેષણ કે શિખામણ આપવા બેસી જાય છે, પણ ખરી કરુણતા એ છે કે જેને જરૂર હતી તે સાંભળવા હાજર નથી. તેથી વર્તમાનમાં જ આ વાત સમજીને મક્કમ નિર્ણય કરી લેવો જરૂરી છે. વ્યક્તિ અણધારી પરિસ્થિતિ કે નિષ્ફળતાથી હારીને ‘ગીવ અપ’ કરી બેસે છે. વધુ પડતી મહત્ત્વાકાંક્ષા, અપેક્ષાઓ અને અન્યો સાથેની સરખામણીથી ઊભા થતા દબાણ કે સમસ્યાઓથી માણસ અંદરથી મૂંઝાઈ જાય છે. લોકો શું કહેશે અને સમાજ શું વિચારશે—એવા કાલ્પનિક ભયથી ડરીને તે ભવિષ્ય સુધી પહોંચવાને બદલે વર્તમાનને જ અકાળે રોકી દે છે. હકીકતમાં સમય પસાર થાય તો ધારેલો ભય સાચો પડતો પણ નથી. પ્રત્યેક પળે પડકારો ફેંકતી જિંદગીની પરીક્ષાઓમાં નિષ્ફળ જવાય તો હતાશ ન થવું. સફળતા કે નિષ્ફળતા કાયમી નથી હોતી અને સમાજ અત્યંત ભુલકણો છે. પોતાની ભૂલ સ્વીકારી, સુધારીને નવેસરથી નવો દાવ શરૂ કરવો જરૂરી છે. એક વાર આઉટ થવાથી રમત છોડી ન દેવાય, પણ ક્રિઝ પર ટકી રહેવાની વધુ તૈયારી કરાય. જેમ અનેક જીત પછી મળેલી એક હાર જૂની જીત ભુલાવી દે છે, તેમ શ્રેણીબદ્ધ હાર પછી મળેલી એકાદ જીત તમામ નિષ્ફળતાઓ પર પાણી ફેરવી દે છે. આત્મહત્યાથી સમસ્યાઓનો અંત નથી આવતો, બલ્કે નવી મુશ્કેલીઓનો જન્મ થાય છે. આપણી જિંદગી પર આપણાં સ્વજનોનો પણ અધિકાર છે. આપણી પીછેહઠ તેમની જિંદગીમાં કાયમી ખાલીપો ભરી દે છે અને ટીમ મેમ્બર તરીકે તેમની જવાબદારી બમણી થઈ જાય છે. પરીક્ષામાં ઓછા ગુણ આવે, આર્થિક નુકસાન થાય, અંગત સ્વજન મોઢું ફેરવી લે કે વિશ્વાસુ વ્યક્તિ દગો દે ત્યારે ધીરજ રાખવી અનિવાર્ય છે. ભૂતકાળને ‘ફર્ગેટ’ અને ‘ફર્ગિવ’ કરી વણથંભી મુસાફરી ચાલુ રાખવી જોઈએ. શું લાવ્યા હતા કે શું ખોઈ બેસવાના—એવી સહજ ભાવના કેળવી, જીવનના મેઘધનુષી રંગો માણતાં માણતાં સતત આગળ ધપતા રહેવું જોઈએ. વિચારજો.
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:કમ્ફર્ટ ઝોન છોડ્યો, બાજી પલટાઇ
    Next Article
    અમલપિયાલી:જેને ચાહવા લાગીએ તેનું બધું જ સુંદર લાગે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment