Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:દેશી રિક્ષામાં વિદેશી બાબુની ‘નો-રૂલ્સ’ રાઇડ!

    23 hours ago

    ધ્રુવ બોરીસાગર ગિજુ નિર્ધારિત સ્થળે અને આધારિત સમયે રિક્ષા લઈને ઊભો હતો. આધારિત સમયે એટલા માટે કે એની પત્ની જ્યારે એને ઉઠાડે ત્યારે એ જાગતો. (શૅરબજાર અને પત્નીમાં એક સામ્ય – શરૂઆતમાં જગાડે, પછી ઉઠાડે!) ત્યાં એક પરદેશી આવ્યો અને આખા દિવસ માટે એણે રિક્ષા ભાડે કરી અને ઊપડી એમની શાનની સવારી – એમની વચ્ચે થયેલા વાર્તાલાપના અંશ... જ્હૉન: ડૉન્ટ વરી, હિન્દી ગુજરાતી, સબ સમજતા બટ સ્પીક થોડા થોડા. ગિજુ: હું પણ એમ.એ. ફેલ વિથ અંગ્રેજી છું, એટલે મને પણ આતાજાતા અંગ્રેજી આતા હૈ. જ્હૉન: રાઇટ સાઇડ જાના હૈ ધેન વાય લેફ્ટ લેન મેં રિક્ષા રખ્ખા? ગિજુ: અહીં બધું અઠ્ઠેગઠ્ઠે ચાલે છે. કોઈની પોઝિશન જોઈને તમે ધારી ન શકો કે એ કઈ બાજુ ફંટાશે અને ફાટશે. જ્હૉન: વ્હૉટ ઇઝ ધિસ અઠ્ઠેગઠ્ઠે? ગિજુ: યૂ ડૉન્ટ નો અઠ્ઠેગઠ્ઠે? હમારે યહાં તો સબ અઠ્ઠેગઠ્ઠે હી ચલતા હૈ. અઠ્ઠેગઠ્ઠે મિન્સ નૉટ પ્રિડિક્ટેબલ. (લગ્નનું ટકવું, એ અઠ્ઠેગઠ્ઠેનું ઉત્તમ ઉદાહરણ છે!) એટલે જ અવર ઑલ વર્ક ‘જેવા પડશે એવા દેવાશે’ પર ડિપેન્ડ કરતાં હોય છે! કોઈ નિયમ પાળતું નથી, તો વાય આઇ પાળું? – આ નિયમ હેઠળ અમારે ત્યાં કોઈ નિયમ પાળતું નથી! જ્હૉન: વાય યૂ જમ્પિંગ ધ રિક્ષા? ગિજુ: ઇટ ઇઝ એ નેચરલ જમ્પિંગ. (યૂ સી ખાડા ઍન્ડ ભૂવાને કારણે!) અમારે અહીં તો વાહન આડાં આવે એનાથી વધુ ખાડા આડા આવે. અમારે તો ખાડા તારવી તારવીને જ ભવ તરવાનો છે! (અહીં ‘અમારે અમારો’માંથી વધારાનો ‘અમારે’ શબ્દ દૂર કરી વાક્યદોષ સુધાર્યો છે) જ્હૉન: જોગર્સ પાર્કમાં ફિમેલ કરતાં મેલ વધારે મૉર્નિંગ વૉક કરવા આવે છે. ફિમેલ લેસ હેલ્થ કૉન્શિયસ લાગે છે. ગિજુ: જોગર્સ પાર્કમાં જવા પાછળના કારણમાં મૉર્નિંગ વૉક ગૌણ છે, મુખ્ય કારણ તો એણે પાછાં વળતાં દૂધ અને શાક લઈને ઘરે જવાનું હોય છે, એ છે. રહી વાત ફિમેલની હેલ્થ કૉન્શિયસની, તો એમની કૅલરી તો માહિતી સંપાદન અને માહિતી પ્રસારણ કરવામાં જ બળી જાય છે! મોબાઇલ આવ્યા પછી અમારે ત્યાં બહેનોનું સ્વાસ્થ્ય ઊલટું સુધર્યું છે! જ્હૉન: અંડર ‘નૉ પાર્કિંગ’ બોર્ડ, યૂ પાર્ક યૉર રિક્ષા? ગિજુ: અમારે ત્યાં જેની જેની મનાઈ હોય એ તો લોકો ખાસ કરે. મનાઈ માટે લખેલી સૂચના વાંચીને, એ જ ક્ષણે એ વસ્તુ કરવાનું મન માણસને કેમ થાય છે, એનું કારણ હજુ સુધી મનોવૈજ્ઞાનિકો શોધી શક્યા નથી! (ઉત્ક્રાંતિ પછી મનની ચંચળતા જોતાં એવું ચોક્કસ સાબિત થઈ શકે કે મન આપણા પૂર્વજોનું ઓરિજિનલ ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે!) જલદી સમજાઈ જાય એ માટે દારૂબંધીનું જ ઉદાહરણ લઈ લો ને! અમારે ત્યાં પ્રતિબંધ શબ્દનો અર્થ ‘તમારે આ કામ થોડી હોશિયારીથી અને સાવચેતીથી કરવું’ એવો થાય છે! અમારે ત્યાં મનાઈમાં જ કમાઈ છે, સાહેબ! જ્હૉન: પ્લીઝ, ડૉન્ટ ટૉક ઑન મોબાઇલ. ગિજુ: અવર મજબૂરી છે સર, પત્નીનો ફોન આવે તો સામે ઇવન યમદૂત ઊભા હોય તો પણ એ આપણને ઉપાડે એ પહેલાં અમારે પત્નીનો ફોન ઉપાડી લેવો પડે. પત્નીનો ફોન ન ઉપાડીએ તો ઘરે પહોંચીએ ત્યારે અમારા સ્વાગતનું ભવ્ય પ્લાનિંગ રેડી હોય છે. તમારે તો ‘વાઇફ’ હોય છે ને એટલે તરત કહી દે કે ‘ઇટ્સ ઓકે’ પણ, અમારે તો પત્ની હોય છે, ગમે એટલા ખુલાસા કરો, પણ ક્યારેય એકની બે ન થાય! (કાયદો પણ એવો છે. અમારાથી પણ એકની બે ન થાય!) જ્હૉન: સ્ટૉપ, આઇ કમ બૅક ઇન 2 મિનિટ્સ. ગિજુ: સાહેબ, આ કચેરી છે, 2 મિનિટ્સ નહીં, 2 અવર્સ થશે ઍન્ડ 2 ટાઇમ્સ, યૂ હેવ ટુ કમ બૅક ઑલ્સો! તમે ફાઇલ સબમિટ કરશો પછી તો પાણીમાંથી પોરા કઢાશે. જ્હૉન: વ્હૉટ ઇઝ પોરા? ગિજુ: યૂ ડૉન્ટ નો પોરા? પાણીમાંથી પોરા મીન્સ ક્વેરી. સાહેબ ટેબલ પર ન હોય તો એક ચાપલૂસી ભરેલો ચહેરો જ તમને શોધતો આવશે અને એ કહે એ પ્રમાણે કરશો તો કામ જલદી પતશે. જ્હૉનના ગયે કલાક ઉપર થયો પણ હજુ પાછો ન આવતાં ઑફિસમાં જતાં ગિજુને આવેલો વિચાર – આપણે ત્યાં આવીને પરદેશીને કુદરતી શક્તિની હયાતીનો ચોક્કસ અનુભવ થાય છે. આઇસ ક્યૂબ આપણી તમામ સરકારી યોજનાઓ કાગળ ઉપર વધારે ચાલે છે એટલે યોજના ચલાવવા કાગળ અને કાગળ માટે ભવિષ્યમાં વૃક્ષોની વધારે જરૂર પડવાની એટલે વૃક્ષારોપણ અનિવાર્ય છે!
    Click here to Read More
    Previous Article
    પ્રકૃતિ, પ્રણય અને કવિતાથી વિમુખ થતું માનવજીવન:નિસર્ગના સૌંદર્યમાં ખીલતું જીવનવૃક્ષ…!
    Next Article
    શબ્દસૌંદર્ય:સમય: કાળનો નાનામાં નાનો અંશ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment